Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

તળાજાના સાંખડાસરના પાટિયા પાસેથી ચોરાઉ ટાટા મેજીક સાથે દિલાવર પીજારાને ભાવનગર એલસીબીએ ઝડપી લીધો

કાગળો અને આધાર પુરાવા વગર ગાડી વેચવાની તજવીજમાં હતો અને પોલીસે દબોચી લીધો

તળાજા તાલુકાના સાખડાસર ગામના પાટીયા પાસેથી ટાટા મેજીક ચોરને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર દ્વારા ઝડપી લેવાયો છે

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા વાહન ચોરીના ગુન્હા ડીટેકટર કરવા માટે સખત સુચના આપેલ.

 આ  સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન  વિસ્તાદરમાં વાહન ચોરીના શકદારોની હકિકત મેળવવા તળાજા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યા ન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં તળાજા વૃન્દાવન જીનિંગ મીલ પાસે આવતા પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયાને સયુંકત બાતમી મળેલ કે, મહુવા તળાજા હાઇવે રોડ ઉપર આવેલ સાખડાસરન પાટીયા પાસે દિલાવર અમીનભાઇ નામનો ઇસમ ટાટા મેજીક લઇને ઉભો છે. અને તે મેજીકના કાગળો કે આઘાર પુરાવા તેની પાસે નથી અને વેચાણ કરવાની પેરવીમાં છે.

 આ બાતમીના આઘારે  તાત્કાલીક સ્થળ ઉપર જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ દિલાવર ઉર્ફે દિલાભાઇ અમીનભાઇ પીંજારા (ઉવ.૩૮ ) ( રહે. દિન દયાળનગર પથીકા આશ્રમની બકાજુમાં તળાજા )હોવાનું જણાવતા તેની પાસેના ટાટા મેજીક ઉપર આર.ટી.ઓ. નંબર પણ લખેલ નથી જેના એન્જીન નંબર -275I DI06 LXYSP 6005 તથા ચેચીસ નંબર MTA 445 117 CVNA0002ના લખેલ છે. કાગળો તથા આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મજકુર ઇસમે સદરહું ટાટા મેજીક ચોરી કરી અગળ છળકપટથી મેળવેલાનું જણાતા કીઉરૂ. ૭૦,૦૦૦/- સી.આર.પી.સી. ૧૦૨ મુજબ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ અને મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) ડી મુજબ ઘોરણસર અટકાયત કરવામાં આવેલ મજકુર ઇસમની યુકતી પ્રયુકતિ થી પુછપરછ કરતા મજકુરે કબુલાત કરેલ કે ટાટ મેજીક પોતાએ આજથી બે ત્રણ દિવસ પહેલા મહુવા હાઇવે આશાપુરા હોટલ પાસેથી ચોરી કરેલાની કબુલાત કરતા જે બાબતે તળાજા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ન. ૪૭/૨૦૧૯ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો નોઘાયેલ છે. અને આગળની કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે.  

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડકોન્સ જીવણભાઇ પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા,નરેશભાઇ બારૈયા, ડ્રા.મહેશભાઇ ભેડા  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(11:54 pm IST)