Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ભાણવડના ઢેબર ગામમાં ૩ જગ્યાએ દરોડા : લાખોની ખનિજ ચોરી ઝડપાઇ

ખંભાળીયા, તા. ૯ : દ્વારકા એલ.સી.બી. શાખાના પી.આઇ. એલ.ડી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કડછા તથા સ્ટાફના ભરતસિંહ, સહદેવસિંહ, મસરીભાઇ, અરજણભાઇ મારૂ, અરવિંદભાઇ નકુમ, વિપુલ ડાંગર, ધર્મેન્દ્રસિંહ નરસીભાઇ સહિત સ્ટાફ દ્વારા ટુકડીઓ કાલે ભાણવડના ઢેબર ગામે ખનિજ ચોરી પકડી પાડવા રેઇડ કરવામાં આવી હતી.

જેમાં ત્રણ સ્થળેથી ખનિજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં (૧) ઢેબર ગામે રહેતા બાબુભાઇ આલાભાઇ ખાવડુ જાતે અનુજાતિ વાળાએ પોતાની માલિકીની જમીનમાંથી કોઇ પણ જાતની મંજુરી વગર પ૦૭૬ ટન સાધનો વડે ખનિજ ચોરી કિંમત રૂપિયા ૧ર,૧૮,ર૪૦/-ની ચોરી કરી સાથે ર ચકરડી કિંમત રૂ. ર લાખ સાથે પકડાઇ આવેલ જેમાં પૂછપરછ દરમિયાન વધુ એક ઇસમ (ર) હરદાસ માલદે જોગલ રહે. જુનાગઢ વાળાની સંડોવણી બહાર આવતા ફરાર જાહેર કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં ઢેબર ગામે રહેતા આરોપી (૧) દિપક જીવાભાઇ ખાવડુએ પોતાની માલિકીની જમીનમાંથી કોઇપણ જાતની મંજુરી વગર ૩પ૧૦ ટન કિંમત રૂ. ૮૪ર૪૦૦/-ની સાધનો ચકરડી મશીન ૧ કિંમત રૂ. ૧ લાખ વડે ચોરી કર્યાનું પકડાઇ આવેલ કુલ મતા ૯૪ર૪૦૦/-ની કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા વધુ એક ઇસમ (ર) આમદ ઇશાભાઇ સંઘી રહે. ઢેબર ગામ વાળાની સંડોવણી બહાર આવતા પોલીસે ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા સ્થળે ગામેથી ઇસ્માઇલ ઓસમાણ હિગોરાની માલીકીની જમીનમાંથી કોઇપણ જાતની મંજુરી વગર કાવતરૂ રચી પથ્થર ટન ખનિજ  ચોરી  ર ચકરડી મશીન કિંમત રૂ. ર લાખ કુલ મુદામાલ ૧૪,૩૬,૪૮૦ પકડાઇ આવેલ રેઇડ દરમિયાન ઉપરોકત આરોપી હાજર નહી મળી આવતા પોલીસે ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોકત ત્રણેય સ્થળેથી લાખો રૂપિયાની ખનિજ ચોરી ઝડપાઇ હતી. ત્રણેય સ્થળના માલિક વિરૂદ્ધ ભાણવડ પોલીસમાં ગુન્હો નોંધાતા ભાણવડ પોલીસે તપાસ હાથ ધરી છે. (૮.૧૦)

(5:05 pm IST)