Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ધોરાજીના ભાડેરમાં જીવણભાઇ સાંગાણીને શ્રદ્ધાંજલી અર્પતો પટેલ સમાજઃ પ વ્યકિત નિર્દોષ હોવાની ક્ષત્રીય સમાજની રજુઆત

ધોરાજીમાં ભાડેરના સ્વ. જીવણભાઇ સાંગાણીના માનમાં વિશાળ શ્રદ્ધાંજલી સભા યોજાઇ હતી. જેમાં રાજયના કેબીનેટ મંત્રી પ્રવિણભાઇ માકડીયા ભીખાભાઇ જોષી સહીત સૌરાષ્ટ્રભરમાથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ, કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

ધોરાજી તા. ૯ : ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાડેરના પટેલ જીવણભાઇ સાંગાણીની નિર્મમ હત્યાના બનાવ બાદ શ્રદ્ધાંજલી અર્પવા માટે તમામ સમાજ દ્વારા શ્રદ્ધાજલી સભા યોજેલ હતી.

આ પ્રસંગે ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ સ્વ. જીવણભાઇ સાંગાણી પરિવારને શ્રદ્ધાંજલી અર્પવા જણાવેલ કે ભાડેર ગામના પ્રશ્ને હુ સતત દોઢ મહીનાથી સંપર્કમાં હતો અને ભાડેર ગામે જે ગુંડાગીરીઓએ હત્યા કરી છે એ બાબતે આપણે સૌએ સંગઠીત થઇ કામ કરવુ પડશે. ગુંડાગીરી ડામવા માટે તમામ લોકોનો સહીયારો લઇ આગળ વધશુ અને સરકારમાં પણ આ બાબતે હુ રજુઆત કરી પગલા ભરાવીશ અને સર્વ આગેવાનો સાથે બેઠક યોજી રણનીતી ઘડીશું.

ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે ભાડેરના મૃતકના પરિવારને સાંત્વના આપતા જણાવેલ કે ગુજરાતમાં એક સમયે બેફામ વકરેલી ગુંડાગીરીને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલએ  ડામી દીધી છે. આજે ફરી ગુંડાગીરીએ માથુ ઉચકવાનું શરૂ કરેલ છે આ તકે મારે વિઠ્ઠલભાઇ રાદડીયાને ચોકકસક યાદ કરવા પડે આ સભામાં સિંહ નથી પણ સિહનું બચ્ચુ હાજર છે તેમ જયેશભાઇ રાદડીયાનો નિર્દેશ કર્યો હતો.

પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયાએ જણાવેલ કે ભાડેર ગામનો આ જમીનનો વિવાદ પ્રશ્ને છેલ્લા ૩ વર્ષથી પાટણવાવ પોલીસ સામે મે અનેક વખત રજુઆતો કરી છે પરંતુ પોલીસ થણે ગુંડાઓના રક્ષણની કામગીરી કરતો હોય તેનો પાટણવાવ પોલીસ સ્ટેશનો કાયમી ઇતિહાસ રહ્યો છે.

અનેક ખુન કરેલ વ્યકિત પેરોલ ઉપર છુટી જયારે નિર્દોષ વ્યકિતની ઘાતકી હત્યા કરે ત્યારે પોલીસની ભુમીકા ઉપર સવાલ ઉભો થાય છે.

આ તકે જુનાનાના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ બનાવને વખોડી ગુંડાગીરી સામે લડગા પોતાનો શુર વ્યકત કરેલ હતો.

ઉમીયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ પટેલ, યાર્ડના ચેરમેન રણછોડભાઇ કોયાણી, ખોડલધામ સમિતિ અને બોર્ડ અનામત નિગમના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, જેતપુરના રાજુભાઇ હિરપરા-ઉપલેટાના માધવજીભાઇ પટેલ જેતપુરના મનસુખભાઇ ખાચરીયા-હરસુખભાઇ વઘાસિયા વિગેરેએ શ્રદ્ધાંજલી અર્પેલ હતી.

શ્રદ્ધાજલી સભાનુ આયોજન વિમલભાઇ કોયાણી વી.ડી.પટેલ હરસુખભાઇ ટોપીયા-જસખુભાઇ ઠેસીયા, હરકીશભાઇ માવાણી, સી.સી.અંટાળા, જગદીશભાઇ રાવોલીયા, કે.પી.માવાણી, નરસીભાઇ મુંગલપરા ઉપલેટા રમેશભાઇ પાટીદાર વિઠ્ઠલભાઇ બોદર-વિપુલભાઇ ઠેસીયા કહાડી) વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

શ્રદ્ધાંજલી સભામાં પાંચ હજારથી વધુ ભાઇ -બહેનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતો.

અંતમાં આયોજકોએ જણાવેલ કે સ્વ. જીવણભાઇ સોમાણીની સમશાનયાત્રાની જયારે જાણ થાઇ ત્યારે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવેલ હતું.

શ્રદ્ધાંજલી સભામાં પાંચ હજારથીવધુ લોકો ઉમટી પડતા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી જીલ્લા પોલીસવડા અંતરીક્ષ સુદની સુચનાથી ધોરાજીના પી.આઇ. એમ.વી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ધોરાજીમાં અભેદ સુરક્ષા હથીયાર ધારી પોલીસ દ્વારા  રાખવામાં આવેલ હતું.

સમગ્ર રાજકોટ જીલ્લા પોલીસ ધોરાજી અને ભાડેર મુકામે ખડકી દીધેલ છે.

ભાડેર ગામના ક્ષત્રીય સમાજના પ્રતિનિધિ મંડળે રાજકોટ રૂરલ એસપી અંતરીપ સુદને રૂબરૂ આધાર પુરાવા સાથે સમાજના અગ્રણી જીવુભા પ્રભાતસિંઘ વાઘેલાએ લેખીતમાં રજુઆત કરતા જણાવેલ કે ભાડેર ગામમાં વર્ષોથી શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ છે પોતપોતાની જરૂરીયાત મુજબ કોઇપણ જ્ઞાતિ-જાતીના ભેદભાવ વગર મુખ્ય વ્યવસાઇઓ ખેતી હોય બધા અરસ પરસ ખેતી કરે છે આજ દીન શુધી જ્ઞાતી સંબંધે કોઇ તકરાર થયેલ નથી કે કોઇ ગુન્હા નોધાયેલ નોંધાયેલ નથી કોઇ ગુન્હો પોલીસ રેકર્ડમાં પણ નથી.

પરંતુ તા.૪ને બુધવારના રોજ ભાડેર ગામના પટેલ જીવણભાઇ સાંમાણીનું અવસાન થયેલ બાદ અમુક જ્ઞાતિના આગેવાનો કે જેમણે રાજકીય લાભ લેવો છે તે તપાસ કરનાર એજન્સીને ગેરમાર્ગે દોરી રહી છે અને લાશ ન સંભાળી પોલીસ તંત્ર ઉપર આ સાધારણ દબાણ લાવી ન રહી છેજેથી આ સત્ય હકીકત આપને રજુ કરીએ છીએ.

એફઆઇઆરની અંદર જે પાંચ નામ લખાવવમાં આવેલ છે બે ખોટી રીતે અમુક લોકોના ઇશારે લખાવવામાં લખાવવામાં આવેલ છે જેમાં (૧) આરોપી તરીકે ભાવસંગ જીનુભા વાઘેલા ઉ.પર તા. ૩-૭-૧૮ ના રોજ રાજકોટ આરટીઓ  કચેરી મુકામે પોતાના લાયસન્સ માટે ગયેલા અને તા. ૪ સુધી રાજકોટ રોકાયેલા જેના આધાર પુરાવા અને સીસી ટીવી ફુટેજ પણ છે મોબાઇલ લોકેશન ઉપરથી પણ જાણી શકાશે.

આરોપી નં. ર દિગુભા જયુભા વાઘેલાના ઘરમાં સીસી ટીવી કેમેરા છે અને તેના ફુટેજ પ્રમાણે બપોરે ભાવનગર જવા રવાના થયા હતાં અને ધોરાજી પ્રશાંત પેટ્રોલીયમાં ડીઝલ પુરાવેલ જેના પણ સીસી ટીવી ફુટેજ છે અને ત્યાંથી ધોરાજી પોલીસ સ્ટેશન સીપીઆઇ કચેરી ખાતે કામ બાબતે ગયેલા જેના આધાર પુરાવા છે.

આરોપી નં. ૩ જયુભા જીતુભા કે. જેનું પુરુ નામ જયવંતસિંહ જીતુભા છે. તેવો પણ ભાવનગર હતા તેમના બનેવીની તબીયત પુછવા ગયા હતો જેમનું મોબાઇલ લોકેશન પણ જોઇ શકાશે.

આરોપી નં. ૪ રઘુવીરસિંહ જયુભા ઉર્ફે જયવંતસિંહ ભાડેર મુકામે પોતાના ખેતરમાં ખેતીકામ કરતા હતા અને ઘરે આવ્યા એનુ સીસી ટીવી ફૂટેજ પણ છે.

આરોપી નં. ૪ પૃથ્વીરાજસિંહ ભાવસંગ પોતાના ખેતરમાં વાવણી કરતા હતાં.

આ રીતે એફઆઇઆર માં બતાવેલ આરોપીઓના નામ બાબતે રાજકોટ જીલ્લા પોલીસ વડા અંતરીય સુદને આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરી જણાવેલ કે ભાડેરના પ્રશ્ને લીગલ બ્રેઇનની મદદથી સમગ્ર સમાજમાં શાંતિ અને વ્યવસ્થા ગોઠવી નાખવા માટે જ્ઞાતિના આરોપીઓને ખોટી રીતે જોડી દેવમાં આવેલ છે. (૬.૧૩)

(5:04 pm IST)