Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ધોરાજી-ઉપલેટાના ફટાકડાના ૯ વેપારીના લાયસન્સનો મોટો વિવાદઃ એડી. કલેકરટને રજુઆત

લાયસન્સ રદ્દ કરી નખાયાનું મોૈખીક કહેવાયું હોય રાજકોટ કલેકટર ચોંકી ઉઠયાઃ કારણ કોઇ નથી આપ્યું: ધોરાજી પ્રાંત પાસેથી વીગતો મંગાશે

રાજકોટ તા.૯: ધોરાજી-ઉપલેટાના ફટાકડાના ૯ વેપારીના લાયસન્સ રદ્દ કરવા અંગે વિવાદ ઉભો થયો છે.

વિગત એવી બહાર આવી છે કે, આજે ધોરાજી-ઉપલેટાના ૫ થી ૬ ફટાકડાના વેપારીઓ એડી. કલેકટર પાસે દોડી આવ્યા હતા, અને ધોરાજી પ્રાંત શ્રી તુષારજોષીએ લાયસન્સ રદ્દ કરી નાખવા અંગે રજૂઆતો કરી હતી.

એડી. કલેકટરે કયા કારણસર લાયસન્સ રદ્દ કર્યા તે અંગે કારણ પૂછતા વેપારીઓએ ઘડાકો કર્યો હતો કે અમને મોૈખીકમાં કહેવાયું છે, લેખીતમાં કોઇ ઓર્ડર નથી આપ્યો, અમારે ત્યાં બે કલાર્કને ગયા અઠવાડિયે તપાસમાં મોકલ્યા હતા, અને આ બે કલાર્ક બધી વીગતો લઇ ચાલ્યા ગયેલ અને બાદમાં અમને લાયસન્સ રદ્દ કરી નાંખતી મોૈખીક સૂચના આપી હતી.

વેપારીઓના આ નિવેદનથી એડી. કલેકટર ચોંકી ઉઠયા હતા, તથા પ્રાંત કચેરીમાંથી વેપારીઓને જવાબદાર અધિકારીએ તમો રાજકોટ નહી જતા, અહીં બધુ સરખું કરી દેવાશે તેવું કહેતા, અને વેપારીઓએ આ વાત એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાને કરતા શ્રી વોરા પણ ચોંકી ઉઠયા હતા, પરિણામે તુર્તજ એમએજી શાખામાં તપાસ કરાવાઇ હતી, પરંતુ કલેકટર પાસે કેસ ચાલું હોય, વેપારીઓને રોકાવા કહેવાયું હતું, આમ હાલ લાયસન્સ રદ્દ થયા છે કે નહી, અને મોૈખીક સૂચના અપાઇ હોય તો આવુ કેમ બન્યું, રાજકોટ કલેકટર પાસે જવાની વેપારીઓને કેમ ના પડાઇ, વિગેરે તમામ બાબતે મોટો વિવાદ જગાવી દિધો છે. (૧.૨૧)

(5:03 pm IST)