Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જુનાગઢ વોર્ડ નં.૧પ ની બેઠક ભાજપ જાળવી રાખશે કે કોંગ્રેસ આંચકી લેશેઃ કાલે પરિણામ

જુનાગઢ તા. ૯ : જુનાગઢના વોર્ડ નં.૧પ ની પેટા ચુંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે.

શહેરના વોર્ડ નં.૧પ ના કોર્પોરેટર અને માજી મેયર જીતુભાઇ હિરપરાના અવસાનથી ખાલી પડેલી બેઠકની રવિવારે પેટા ચુંટણી યોજાઇ હતી જેમાં માત્ર ૪૦.૪૧ ટકા જ મતદાન થયું હતું.

પર૪ર પુરૂષ મતદારોમાંથી ર૩૧૪ એ અને પ૦ર૮ સ્ત્રી મતદારોમાંથી ૧૮૩૬ મહિલા મતદાતાઓ પોતાના મતધિકારનો ઉપયોગ કર્યો હતો આમ કુલ ૪૦.૪૧ ટકા મત પડયા હતા.

જે સાથે ભાજપના ઉમેદવાર સુરેશભાઇ પાનસુરીયા અને કોંગ્રેસના ગીરધરભાઇ સોજીત્રાનું ભાવિ ઇવીએમમાં કેદ થયું હતું.

હાલ આ બેઠક ભાજપ પાસે છે આવતીકાલે સવારે ૯ થી તાલુકા સેવા સદન ખાતે મતગણતરી થશે.

આ બેઠક ભાજપ જાળવી રાખશે કે પછી કોંગ્રેસને મળશે તે મંગળવારે ખબર પડશે.

મતદાન ખુબજ ઓછુ થયુ હોય તેથી રાજકીય પંડિતો પણ મુંઝવણમાં મુકાય ગયા છે.(૬.૯)

(12:29 pm IST)