Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

દિવથી વડોદરા સુધીના કેમેરા ચેક કરાતા તળાજા નજીક ગમખ્વાર અકસ્માત સર્જી ફરાર થનાર ડ્રાયવર વાહન સાથે ઝડપાયો

મહિના પહેલા બાઇક સવાર તળાજાના બે અને ડુંગરનો એક મળી ત્રણના કમકમાટીભર્યા મોત થયા હતાં

ભાવનગર, તા. ૯ : સવા મહીના પહેલા સાંજ ઢળ્યા બાદ તળાજાની ભાગોળે ત્રિપલ સવાર બાઇક ચાલકોને હડફેટે લઇ વાહન સાથે ફરાર થઇ જનાર ડ્રાયવરને વાહન સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. સવા મહિતાની સતત મહેનત, દિવથી વડોદરા સુધી વાહનના મળતા લોકેશન સીસી ટીવીમાં તેના આધારે ઝડપી લેવામાં સફળતા મળી છે.

ગુનો અને ગુનેગારનો ભેદ ઉકેલવામાં સીસી ટીવી કેમેરા કેટલા મદદરૂપ થાય છે તેનો પૂરાવો આપતો દાખલો તળાજા પોલીસે દિશા સુચન કરતો બેસાડયો છે.

ગત તા. ર૭/પ/૧૮ના રોજ રાત્રીના ૭:૪પ કલાકે તળાજા નજીક મહુવા હાઇવે પર બાઇકને ઠોકર મારી અજાણ્યુ વાહન હંકારી ચાલક ફરાર થઇ ગયો હતો. જે તે લઇ બાઇક પર સવાર નીતિન નરશીભાઇ ભાલીયા (ઉ.વ.૧૮), પવન મુકેશભાઇ શીયાળ (ઉ.વ.૧પ) (રે. બંને તળાજા), હાર્દિક બટુકભાઇ  (રે. ડુંગર)ના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતાં.

ઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઆ ગોજારો અકસ્માત સર્જનાર ફરાર વાહન અને તેના ડ્રાયવરને ઝબ્બે કરવા માટે મૃતકના આત્મીયજનો તળાજા ન.પા. ઉપપ્રમુખ દિનેશભાઇ પરમાર, રમેશભાઇ ભાલીયા સહિતના યુવાનો તળાજા પોલીસ મથકના પો.ઇ. બી.એમ. લશ્કરી, યોગરાજસિંહ વાળા, વનરાજસિંહ ગોહિલ, અનિલભાઇ ભટ્ટી સહિતનાની ટીમ કામે લાગી હતી.

પ્રારંભીક તબક્કે બાઇક સાથે જે વાહન અથડાયેલ તેમની લાઇટ તૂટી રસ્તા પર કેટલોક સામાન પડયો હોઇ તે એકત્રીત કરવામાં આવેલ. એકત્રીત સામાન ટેમ્પો ટ્રાવેલનો હોવાની વિગતો મેળવી હતી. અકસ્માતના સમયના તળાજા હાઇવે પર લાગેલા સીસી ટીવી ફુટેજ ચેક કરવામાં આવતા ટેમ્પો ટ્રાવેલ એજ સમયે કેમેરામાં કેદ થયેલ અને એકજ લાઇટ ચાલુ હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી નકકી થયું હતું કે ટેમ્પો ટ્રાવેલ છે, પરંતુ વાહનનો નંબર ઓળખી શકાતો નહતો.

આથી ધીરે ધીરે તપાસ કરતા દિવથી વડોદરા સુધીના હાઇવે અને શહેરોના રસ્તાઓના સતત સવા મહીના સુધી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા હતાં. જેમાં વાંસદા ટોલનાકા પર વાહન અને નંબરનું ડિટેકશન મળતા વાહનના મૂળ માલીક કે જેમના નામે વાહન નોંધાયેલ હતું તેની સુધી પહોંચી શકાયું હતું.

વાહન માલીકે પોતાનું ટેમ્પો ટ્રાવેલ વાહન જીજે-૦૬-એવી-૧૧૪૦ની કબુલાત આપી ડ્રાઇવર ગૌસખાન ઉર્ફે સુલ્તાન અશરફખાન પઠાણ (ઉ.વ.૩૧, રે. આતીફનગર, રહેમત કબ્રસ્તાન પાછળ, બરોડા)ની પોલીસે વાહન સાથે અટકાયત કરી આજે તળાજા પોલીસ મથકમાં લાવવામાં આવેલ.

તળાજા પોલીસે આઇપીસી ર૭૯, ૩૦૪(અ) એમવીએકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ધરપકડ કરી ચાલકની પૂછપરછ હાથ ધરી છે. (તસ્વીરઃ આનંદ રાજદેવ-તળાજા)

(12:28 pm IST)