Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

બોટાદમાં અષાઢી બીજ રથયાત્રાની તૈયારી

પોલીસ અધિકારીઓ,હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતીની મિટીંગ યોજાઇ

બોટાદ તા.૯ : બોટાદના ગિરનારી આશ્રમ ખાતેથી નિકળનાર (૨૧)મી રથયાત્રા અનુસંધાને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રાના કમિટી મેમ્બરો અને બોટાદના હિન્દુ મુસ્લિમ આગેવાનો અને બોટાદના ડીવાયએસપી સાહેબ તથા પી.આઇ અને પીએસઆઇની ઉપસ્થિતિમાં શાંતી સમિતિની મીટીંગ યોજાયેલ. તેમાં રથયાત્રા અંગે દરેક પ્રકારની માહિતીની આપલે થઇ હતી.

બોટાદ પોલીસે રથયાત્રામાં પુરતો બંદોબસ્ત આપવાની ખાત્રી આપેલ. ડીવાયએસપીશ્રીએ જણાવેલ કે, અધિકારીઓ સહિત દોઢસો પોલીસનો કાફલો રથયાત્રાની સુરક્ષામાં જોડાશે. જેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની પુરતી કાળજી રાખવામાં આવશે.

આ શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રાના આયોજક કે જે ગિરનારી આશ્રમ જગન્નાથના મહંત શ્રી નાગાબાવા નાગેશ્વરગીરી ઉર્ફે નટુબાપુ તથા રથયાત્રા કમિટી મેમ્બર કે જેઓ બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઇ જેબલીયા તથા ઝવેરભાઇ તથા વલુભાઇ બોળીયા તથા ધુડાભાઇ મેર તથા ઇન્દ્રસિંહ રાઇજાદા તથા એલ.ડી.મકવાણા તથા મહીપાલભાઇ વાઘેલા તથા ગજેન્દ્રભાઇ ખાચર તથા ઇસ્લામીક ધર્મના હબીબભાઇ જાંગડ તથા પ્રેસ પ્રતિનિધિ અને ઇલેકટ્રીક મીડીયાવાળા હાજર રહ્યા હતા.

આ તકે મહંત નટુબાપુ તથા બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા જણાવે છે કે, શહેર તાલુકાના સેવકો તથા ધર્મપ્રેમી જનતા તા.૧૪-૭-૨૦૧૮ને શનિવારે સવારમાં ૮ કલાકે બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલી ઝંડી ફરકાવીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. રથયાત્રામાં બહોળી સંખ્યામાં સેવક સમુદાય હાજર રહેશે. તેમજ તા. ૧૩ને શુક્રવારે રાત્રે નવરંગ માંડવો, ડાયરો યોજાશે. તેમજ દરેક રથયાત્રિકો માટે પ્રસાદની વ્યવસ્થા છે. તેમ કમીટી મેમ્બર સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવ્યું છે.(૪૫.૫)

(12:25 pm IST)