Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જમ્મુમાં પ દિવસથી ફસાયેલા ભાવનગરના યાત્રિકો અમરનાથ જવા રવાના

જીતુભાઇ વાઘાણીની મદદથી તાત્કાલીક સહાય મળી

ભાવનગરના યાત્રાળુઓ અમરનાથ યાત્રામાં ફસાયા હતા. જમ્મુમાં ફસાયેલા લોકોની ત્યાંથી જય વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને માહિતી આપતાં જીતુ વાઘાણીની દરમિયાનગીરીથી યાત્રિકોને તત્કાલ સહાય સુવિધા મળી હતી અને આજે સોમવારે ૨૦૦ યાત્રિકો જમ્મુથી અમરનાથ જવા પ્રસ્થાન થયા હતા. (વિપુલ હિરાણી)

 

ભાવનગર તા.૯: ભાવનગરથી અમરનાથ જવા નીકળેલા યાત્રિકો પ દિવસથી જમ્મુમાં ફસાયા હતા. પીવાનાં પાણી અને ભોજન સહિતની ગંભીર કટોકટી સર્જાતા યાત્રાળુ ભાવનગરના જય વાઘેલાએ આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને માહિતી આપતાં તેઓથી દરમ્યાનગીરીથી યાત્રિકોને તત્કાલ સહાય મળી હતી.

દરમ્યાન આજે પાંચમાં દિવસે ફસાયેલા ૨૦૦ જેટલા યાત્રાળુઓ જમ્મુથી અમરનાથ જવા રવાનાં થયા હતા.

ભાવનગરથી ચાર બસો અમરનાથ યાત્રાએ ગઇ છે. દરમ્યાન ૨૦૦ જેટલા યાત્રાળુઓ છેલ્લા પ દિવસથી જમ્મુ અટવાયા હતા. અને પીવાનાં પાણી, ભોજન સહિતની ગંભીર કટોકટી સર્જાઇ હતી.

આ અંગે ભાવનગરથી યાત્રાએ ગયેલા જય સુરેશભાઇ વાઘેલાએ ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને માહિતી આપતાં તેઓની દરમ્યાનગીરીથી યાત્રાળુઓને સહાય સુવિધા પ્રાપ્ત થઇ હતી. દરમ્યાન આજે સોમવારે આ યાત્રાળુઓ જમ્મુથી અમરનાથ જવા રવાના થયા હતા.

(12:23 pm IST)