Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મહુવામાં ૧ ઇંચઃ વલ્લભીપુરમાં ઝાપટાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

ગઇકાલે અમરેલી-ગોંડલ પંથકમાં વરસાદ બાદ સાર્વત્રિક વરસાદની રાહ જોતા લોકો

રાજકોટ તા. ૯  :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે  કોઇ કોઇ જગ્યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે.

ગઇકાલે અમરેલી -ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને નદી - નાળામાં પુર આવ્યા હતાં. જયારે કાલે ભાવનગરનાં મહુવામાં ૧ ઇંચ વરસાદ પડયો હતો અને વલ્લભીપુરમાં ઝાપટા પડયા હતાં.

ભાવનગર

ભાવનગર : જીલ્લાનાં મહુવામાં એક ઇંચ વરસાદ પડયો છે. જયારે વલ્લભીપુરમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.

ભાવનગર જીલ્લાના મહુવામાં સતત ત્રીજા દિવસે  મેઘરાજાએ મહેર વરસાવી છે. મહુવામાં રપ મી. મી.વરસાદ નોંધાયો છે. જયારે વલ્લભીપુરમાં ર મી. મી. વરસાદ પડયો છે. શહેરનું મહત્તમ તાપમાન આજે ૩૬.૩ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૭.૪ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહેવા પામ્યુ હતું.

જયારે પવનની ઝડપ ર૬ કી. મી. પ્રતિ કલાકની રહી હતી.

ગોંડલ

ગોંડલ : તાલુકામાં દિવસ દરમિયાન ગરમાના પારો ઉંચો રહ્યા બાદ સાંજના સમયે કાળા વાદળો સાથે વરસાદી વાતાવરણ બંધાયું હતું અને તાલુકાના રીબડા,સડક પીપળીયા, સહિતના ગામોમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે મેઘરાજાએ શહેરને બાયપાસ કર્યુ હોય શહેરીજનો નિરાશ બન્યા હતાં. ગઇકાલે શાપર-વેરાવળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૪.પ મહત્તમ, ર૮.પ લઘુતમ, ૮૦ ટકા વાતાવરણ માં ભેજનું પ્રમાણ, ૧૬.ર કિ. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(12:16 pm IST)