Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મોટરમા લોકોને બેસાડી પૈસા પડાવી લેતી રાજુલાની ગેંગ જુનાગઢમા ઝબ્બે : છ ગુન્હાઓની કબુલાત

જૂનાગઢ તા. ૬ : જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક શ્રીની  સૂચના તેમજ એસ.પી. નિલેશ જાજડીયા ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પો.હેડ . કોન્સ.એસ.એ.બેલીમ  તથા  પો.હેડ .કોન્સ રોહિત ધાધલ તથા સાહિલ હુસેનભાઇ તથા ઈન્દ્રજીતસિંહ રણવિરસિંહ  હકિકત મળેલ કે બી.ડીવી.પોસ્ટે.ગુ.ર.નં.ફ. ૧૧૫/૨૦૧૮ ઈ.પી. કોલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાના કામે ફરિયાદીને કાર નં. ૩૩૨૨ ની માં ગાંધીચોકથી  કાળવાના પુલ સુધી બેસાડી તેની નજર ચુકવી તેના  થેલામા રહેલ રોકડા રૂપિયા ૬૫.૯૨૮ /ની ચોરી કરનાર ઝાંઝરડા રોડ ગરનાળાથી ચોબારી ગામ તરફ જતા રેલ્વેના પાટા પાસેથી નિકળનાર હોય  હકિકત વાળી જગ્યાએ વોચમાં રહી આરોપીઓ નં(૧) મહેશ ઉર્ફે માયલો મધુભાઇ સોલંકી દેવીપુજક રહે. મુલ . ઝાંપોદર હાલ રાજુલા તથા (૨) અશ્વીન બાબુભાઇ સોલંકી દેવીપુજક રહે. હીંંડોરણા ગામ તા. રાજુલા તથા (૩) મુળજી  જેઠાભાઇ  સોલંકી દેવીપુજક રહે. હીંડોરણા ગામ તા. રાજુલા તથા (૪) પ્રકાશ રમેશ સોલંકી દેવીપુજક રહે. હીંડોરણા (પ) આકાશ રમેશભાઇ સોલંકી દેવીપુજક રહે. હીંડોરણા  પકડી પાડેલ અને આરોપી નં(૧)ની અંગઝડતી માંથી ૫૬,૭૦૦/- તથા ગુનામા ઉપયોગમા લીધેલ ઈન્ડીકા કાર રજી.નં.જીજે.૧૬- એજે૩૩૨૨ ની કિ.રૂ. ૭૦,૦૦૦/-ની કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓની પુછપરછ  દરમ્યાન નીચે મુજબની  અન્ય ચોરીઓ  કબુલ કરેલ છ.

(૧) પાલનપુર ચોકડીએ  થી એક અજાણ્યા માણસ પાસેથી રોકડા રૂ. ૧૧,૦૦૦૦/-, (૨) મહેસાણા પાલા કલોલ ચોકડીએ  એક અજાણ્યા માણસ પાસેથી રોકડા રૂપિયા ૬૦,૦૦૦/- (૩) અમદાવાદ અડાલજ ચોકડી પાસેથી એક માણસને બેસાડી તેની પાસેથી રોકડા રૂપિયા ૧૧,૦૦૦/- (૪) અમદાવાદ ઉજાલા ચોકડી પાસેથી એક માણસને બેસાડી રૂપિયા ૨૬૦૦/- (૫) બગોદરા ચોકડી પાસે એક માણસને બેસાડી રોકડા રૂપિયા ૨૬૦૦૦/-  ઉપરોકત તમામ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ  ધોરણસર અટક કરી બી ડી.વી પો.સ્ટે.ને સોપવામાંં આવેલ છે.  આ કામના આરોપીઓ પોતાની કારમાં કોઇપણ રાહદારી બેસાડી વાતોમાં ઉલજાવી વિશ્વાસમાં લઇ તેની નજર ચુકવી રોકડ રકમની ચોરી કરી ગુન્હો આચરે છે. ઉપરોકત કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઈ.ચા. પો.ઈન્સ. આર.કે. ગોહિલ , વી.એન. બડવા તથા બી.કેે. સોનારા તથા આઝાદસિંહ મુળુભાઇ તથા દેવાભાઇ યશપાલસિંહ સુરેન્દ્રસિંહ તથા દિવ્યેશ ધીરજલાલ સાથે રહ્યા હતા. (૧૭.૪)

 

(12:14 pm IST)