Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પડોશણ સાથે મિત્રતા કરી તેની સાથેની વાતોનું રેકોર્ડીંગ કરી પતિને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યોઃ ભાવનગરની ઘટના

ભાવનગર, તા. ૯ :. ભાવનગરમાં પાડોશી મહિલા સાથે મિત્રતા કરી તેની સાથે થયેલી તમામ વાતોનું રેકોર્ડીંગ કરી તેણીના પતિને મારી નાખવાની ધમકી આપી યુવાને તેણીની ઈચ્છા વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ. રામેશ્વર કોમ્પલેક્ષમાં રહેતા ભરતગીરી મહેશગીરી ગોસ્વામી વિરૂદ્ધ તેમની બાજુમાં રહેતી મહિલાએ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવી છે કે, ભરતગીરીએ તેણી સાથે ફ્રેન્ડશીપ કરી તમામ વાતચીતનું રેકોર્ડીંગ કરી ગત તા. ૪-૬-૨૦૧૭થી આજ સુધીમાં તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીની ઈચ્છા વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ફરીયાદમાં વધુમાં જણાવાયુ છે કે, ભરતગીરી જ્યારે જ્યારે તેણી પર દુષ્કર્મ આચરતો હતો ત્યારે તેના પિતા મહેશગીરી ઘરની બહાર ચોકીદારરી કરતા હતા. આમ પિતા-પુત્ર બન્ને વિરૂદ્ધ ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી  તપાસ હાથ ધરી છે.(૨-૧૧)

(12:14 pm IST)