Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ખોખળદળ પાસે અકસ્માતમાં ૩ને ગંભીર ઇજા

કોટડા સાંગાણી- રાજકોટ રોડ પર ખોખળદળ નજીક કાર નં.જી-જે- ૩ બીએ ૯૦૯૦ ના ચાલકે બાળક નં. જી-જે-૩ એજે ૭૪૫૯ને હડફેટે લેતા બાઇકસવાર એક પુરુષ, શાંતાબેન તથા શિલ્પાબેન રે. નવાગામ તા. જસદણને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગેઆજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બંન્ને વાહનો નજરે પડે છે. (તસ્વીરઃ કલ્પેશ જાદવ, કોટડાસાંગાણી) (૧.૧૧)

(12:12 pm IST)