Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગારીયાધારમાં જુગાર રમતા ૬ ઝડપાયા

 ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં W.PSI.એસ.પી.અગ્રાવત તથા ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.કો.શકિતસિંહ સરવૈયા, પો.કો.કમલગીરી ગૌસ્વામી, પો.કો.વિજયભાઇ એમ,  પો.કો.ગીરીરાજસિંહ સરવૈયા, વિ. પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ગારીયાધાર થી મોટા ચારોડીયા જવાનાં સીમ (વાડી) વિસ્તારમાં જવાનાં રસ્તાં પાસે આવેલ સુરેશભાઇ જગજીવનભાઇ જીવાણીની વાડીનાં વડલા નીચે ખુલ્લી જગ્યામાં બેસી અમુક ઈસમો ગોળકુંડાળુ વળી જાહેરમાં પૈસા પાના વતી તીનપત્તી હારજીતનો જુગાર રમી રમાડતાં હોય તેવી હકિકત મળતાં તુરંતજ  રેડ કરતા (૧) દિનેશભાઇ જેન્તીભાઇ ધેલાણી/બારોટ (૨) ભુપતભાઈ ભીમાભાઇ રાઠોડ (૩) દિનેશભાઇ લાખાભાઇ સોલંકી રહે  (૪) જગદીશભાઇ ભરતભાઇ ઢોકેચા રહે વીરડી ગામ.(૫) અશરફભાઇ કાસમભાઈ ચૌહાણ (૬) ગોંવિદભાઇ બાલાભાઈ પડચારીયા (૭) વિજયભાઇ ઉર્ફે ભોગળ ભોળાભાઇ ટોટા રહે ભરવાડ શેરી ગારીયાધાર વાળો નાસી ગયેલ.....

તમામ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પટ્ટમાંથી ગંજીપતાનો કેટ ર્ંનંગ એક તેની કિંમત રૂ ૦૦/૦૦ તથા પટ્ટમાંથી રોકડા રૂપિયા ૩૩,૪૨૦/- તથા મો.ફોન નંગ ૦૬ જેની કિંમત રૂપિયા ૧૩,૭૦૦/-તથા ત્રણ મો.સા જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- કુલ ટોટલ કિંમત રૂપિયા ૮૭,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.

(12:10 pm IST)