Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

કેબીનેટ મંત્રીનું ભીડીયા બંદર કોળી સમાજનાં અને દરીયા પટ્ટીનાં આગેવાનો દ્વારા સન્માન

પ્રભાસ પાટણ : કુંવરજીભાઇ બાવળીયા કેબીનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવનાં દર્શને પધારેલ ત્યારે તેમની સાથે રહેલ સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતનાં આગેવાનો સર્કીટ હાઉસ વેરાવળ પધારેલ ત્યારે કુંવરજીભાઇ બાવળીયાનું સન્માન સંયુકત કોળી જ્ઞાતિ સમાજ  ભીડીયા પ્લોટ તથા અન્ય દરીયાઇ પટ્ટીનાં માચ્છીમાર કોળી સમાજનાં આગેવાનો દ્વારા કરવામાં આવેલ અને ત્યારબાદ આ માચ્છીમાર કોળી સમાજનાં આગેવાનો સાથે મીટીંગ મળેલ હતી જેમાં માચ્છીમારોનાં પ્રશ્નો અંગે ચર્ચામાં કરવામાં આવેલ. આ તકે કુંવરજીભાઇનું દરીયાઇ પટ્ટીનાં માચ્છીમાર સમાજનાં આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી અને સન્માન કરેલ હતું. જેમાં ભીડીયા કોળી સમાજનાં પટેલ જયંતીભાઇ વરજાંગભાઇ સોલંકી, ઉપપટેલ નથુભાઇ લક્ષ્મણભાઇ સોલંકી, બોટ એસો. નાં પ્રમુખ લક્ષ્મીકાંતભાઇ સોલંકી, ઉપપ્રમુખ અમરીશભાઇ જેઠવા, ભીડભંજન મ.સ. મંડળીનાં ઉપપ્રમુખ નારણભાઇ વૈશ્ય, નગરપાલીકાનાં વોટર શાખાનાં ચેરમેન વશરામભાઇ સોલંકી, પૂર્વ પટેલ છગનભાઇ બારૈયા, પૂર્વ પટેલ હિરાકોટ બંદર રતીલાલ બામણીયા, પૂર્વ પટેલ પ્રેમજીભાઇ સોલંકી, મંત્રી લાલજીભાઇ, સુત્રાપાડા કોળી સમાજનાં અગ્રણીઓમાં પટેલ રામજીભાઇ પુંજાભાઇ, પટેલ જયંતિભાઇ જીવાભાઇ, પૂર્વ પટેલ જેઠાભાઇ બારૈયા, પૂર્વ પટેલ શાંતીભાઇ, મુળ દ્વારકા કોળી સમાજ પટેલ લખમભાઇ બારૈયા, ઉપપટેલ વિનોદભાઇ સીકોતરીયા, કોટડા કોળી સમાજનાં પટેલ બાબુભાઇ બારૈયા, માઢવાડ કોળી સમાજનાં પુર્વ પટેલ નાનજીભાઇ સોમાભાઇ, કોટડા કોળી સમાજનાં મંત્રી રામભાઇ સોલંકી, માઢવાડા કોળીસમાજનાં પૂર્વ પટેલ જીવાભાઇ નથુભાઇ, મંત્રી નરશીભાઇ સહિતનાં આગેવાનોએ હાજરી આપી અને સન્માન કરેલ હતું. (પ-૧ર)

(12:07 pm IST)