Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પોરબંદર ઓરીએન્ટ અબ્રેસીવના કામદારોની વ્યથા સાંભળતા અર્જુનભાઇ મોઢવાડીયા

પોરબંદર તા. ૯ : થોડા સમય પહેલા બંધ થયેલ ઓરીએન્ટ એબ્રેસીવના બેકાર બનેલા કામદારોને પુર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ રૂબરૂ મળનીે વ્યથા સાંભળી હતી.

 

તેમણે જણાવેલ કે ર૦ વર્ષ પહેલા કોંગ્રેસ સરકાર હતી ત્યારે પોરબંદરમાં નાના-મોટા ઉદ્યોગ ધમધમતા હતા જયારે ભાજપ સરકાર આવી ત્યારે નવો ઉદ્યોગ આવેલની પરંતુ એક પછી એક ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે.ે શહેરમાં એક ઉદ્યોગ ચાલુ રહ્યો છે.

કામદારોના હક્ક હિસ્સા માટે કાનુની લડત ચલાવી ચલાવીને ન્યાય અપાવવા અર્જુનભાઇ મોઢવાડીયાએ ખાત્રી આપી હતી.

(12:07 pm IST)