Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

માળીયાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચુંટણી યોજાઇ

માળીયાના મોટીબરાર ગામે પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચુંટણી યોજાયેલ તે પ્રસંગની તસ્વીરમાં બાળકો મતદાન કરતા નજરે પડે છે.(તસ્વીરઃ રજાક બુખારી)

માળીયા મિયાણા, તા.૯ : માળીયામિંયાણા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં વિકાસમાં સુધારમાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય તેવા પ્રયાસથી મોટીબરારની શાળામાં યોજાયેલ બાળસંસદ ચૂંટણીમાં મહામંત્રીપદ માટે ૧૨ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી.

 ત્યારબાદ શાળાના ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ૧૦૦% મતદાન કર્યું હતુ જેમાં સૌથી વધુ મત મેળવનાર પંડ્યા અમિતા નરેશભાઈને મહામંત્રીપદે નિમણુંક મળી હતી તો સાથે ડાંગર નિલમ પ્રાર્થનામંત્રી પંડ્યા જીગર સફાઈ મંત્રી ડાંગર શિવમ વ્યવસ્થાપન મંત્રી ચાવડા આરાધના મધ્યાહન ભોજન મંત્રી ડાંગર અવની પુસ્તકાલય મંત્રી રાઠોડ રવિ પર્યાવરણ મંત્રી અને મકવાણા સાવન આરોગ્ય મંત્રી તરીકે મંત્રીમંડળમાં જોડાયા હતા.

 આ તકે શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાએ જણાવ્યું હતું કે બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ સ્વાસ્થ્ય અને વ્યકિતગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે બાળકોમાં નેતૃત્વ સમુહભાવના સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજી જીવન દ્યડતરમાં પણ ઉપકારક બનાવી શકે તેવા હેતુથી આ બાળ સંસદ ચુંટણી યોજવામાં આવી હતી.(૨૨.૨)

(10:24 am IST)