Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પ્રભાસ પાટણ આંગણવાડી કેન્દ્ર દ્વારા પ્રવાસ

પ્રભાસ પાટણઃ જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન સુત્રાપાડા અને સ્વદીપ સંસ્થાનાં સહયોગથી વિદ્યાજયોત પ્રોજેકટ અંતર્ગત આવરી લીધેલ સુત્રાપાડા તેમજ વેરાવળ તાલુકાની લક્ષિત આંગણવાડીઓ સાથે વર્તમાન પૂર્વ પ્રાથમિક શિક્ષણને સુદૃઢ બનાવવાનાં હેતથી આંગણવાડી કેન્દ્રોનાં જાગૃત વાલીઓ સાથે શ્રેયસ ફાઉનડેશન અમદાવાદ, ચિલ્ડ્રન યુનિ. ગાંધીનગર વગેરેની બે દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવેલ જેમાં વિવિધ શૈક્ષણિક શૈલીઓ તેમજ બાળકોના શૈક્ષણિક વિકાસમાં મદદરૂપ થાય તેવા વિવિધ પધ્ધતિઓ વિષેની ઉંડાણપૂર્વક સમજણ મેળવેલ હતી. હાલની લક્ષિત આંગણવાડીઓમાં પણ આ પ્રકારનું પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક કાર્યપધ્ધતિ કેવી રીતે વિકસે તેની જાણકારી મેળવેલ હતી. પ્રવાસમાં જોડાયેલ વાલીઓ શિક્ષકોની તસ્વીર. (૧૧.પ)

(10:23 am IST)
  • ચીને ભારતથી આયાત થતી દવાઓ પર જકાત ડ્યુટી ઘટાડી :વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનની એક ફિલ્મમાં લ્યૂકીમિયા પીડિત દર્દી દેખાડવામાં આવ્યો હતો. તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું હતું કે જો ભારતમાંથી દવાઓ સરળતાથી આયાત થતી હોય તો તેનાથી દર્દીઓને રાહત મળી શકે છે access_time 1:26 am IST

  • અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટમાં બોમ્બ હોવાનો અજાણ્યા શખ્સે કોલ કરતા પોલીસ સતર્ક: 11 વાગ્યાના અરસામાં ફોન આવ્યો હતો: ફોન મુંબઈથી આવ્યો હોવાનુ બહાર આવ્યુ: અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઈટની તપાસ access_time 2:35 pm IST

  • જામનગરના કાલાવડના અમરનાથ યાત્રિકોને અકસ્માત : ભેખડ પડતા મનસુખભાઈ જેઠવાને ઇજા : રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ : કાલાવડના 11 શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ ગયેલા : બાબાના દર્શન કરીને પરત ફરતી વેળાએ ભેખડ પડતા ઇજા access_time 9:51 pm IST