Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગારિયાધાર નગરપાલિકાની બુધવારે સામાન્ય સભાઃ અનેક મુદ્દે તડાપીટ બોલશે

ગારીયાધાર તા.૯: ગારીયાધાર ન.પા. કચેરી, ખાતે ચુંટણી બાદ પ્રમુખ નિમાયા બાદ શહેરની વિકાસના કામોને લઇને ન.પા. પ્રમુખ દ્વારા સાત માસે પહેલીવાર સામાન્ય સભા બેઠક બોલાવવામા આવી છે. જે સામાન્ય સભા આગામી તા. ૧૧ને બુધવારે ૧૧ કલાકે ન.પા.કચેરી ખાતે યોજાશે.

 

આ સામાન્યસભામાં ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીના સદસ્યોની સંખ્યા ૧૪-૧૪ હોવાથી બેઠકમા વિશ્વાસ પુર્વક ઠરાવોને બહાલી અપાવવી પ્રમુખને 'લોઢાના ચણા ચાવવા'બરાબર સાબીત થશે. સાત માસમા વિપક્ષ દ્વારા પ્રમુખ સામે ઉભા થયેલા આશ્રયો અને તેમના પર માંગવામા આવેલી તપાસો બાબતે વિપક્ષ દ્વારા ધાંધલ-ધમાલ થશે તેવુ ચર્ચાઇ રહયુ છે.

જયારે સામાન્ય સભામાં લેવામા આવેલા ઠરાવોમાં અગાઉના સરકયુલેશન ઠરાવોને બહાલી આપવી, એમ.ડી.આચાર્યની ભરતી, ડસ્ટબીનનુ બીલ, સ્ટ્રીટ વેન્ડીંગ એકટ-૨૦૧૪ને બહાલી આપવા જેવા ઠરાોની મંજુરી બાબતે અનેક દ્રીધાઓ ભરી છે. સામાન્યસભામા પોતાની વટ રાખવા માટે વિપક્ષ દ્વારા પોતાનું  ધાર્યુ કામ પાર પાડવા માટે ભાજના સદસ્યને  સામાન્ય સભામા ગેરહાજર રાખવા અલગ-અલગ પેતરાઓ ગોઠવાઇ રહ્યા છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા પણ સામાન્ય સભા પુર્ણ બહુમતીથી બહાલી આપવા માટે યોજનાઓ ઘડી રહ્યા છે.

વળી આ સમગ્ર સામાન્ય સભા મામલે ગારીયાધાર ન.પા. કચેરી ખાતે આગામી બેઠક હોવા પ્રકારની બની રહેશે તે જોવુ રહ્યું.(૧૧.૩)

 

(10:23 am IST)
  • જામનગરના કાલાવડના અમરનાથ યાત્રિકોને અકસ્માત : ભેખડ પડતા મનસુખભાઈ જેઠવાને ઇજા : રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ : કાલાવડના 11 શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ ગયેલા : બાબાના દર્શન કરીને પરત ફરતી વેળાએ ભેખડ પડતા ઇજા access_time 9:51 pm IST

  • સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ ટ્વિટર ઓડિટ અનુસાર વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાખો નકલી એકાઉન્ટ ફોલો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર વડાપ્રધાન મોદી ટ્વિટર પર ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા વ્યક્તિ છે અને તેમના 23 ટકા ફોલોઅર્સ ફેક છે. દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદીના 43 મિલિયન ફોલોઅર્સમાંથી લગભગ 10 મિલિયન (1 કરોડ) ફોલોઅર્સ નકલી છે. જ્યારે રાહુલ ગાંધીના લગભગ અઢી મિલિયન (અઢી લાખ) ફોલોઅર્સ ફેક છે. ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહેતા સુષ્મા સ્વરાજના 21 ટકા ફોલોઅર્સ ફેક છે. કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પક્ષને ફોલો કરનારાઓમાં 21 ટકા નકલી છે. જ્યારે ભાજપના 30 ટકા ફોલોઅર્સ નકલી છે. જેથી જો ટ્વિટર પોતાની પોલીસી હેઠળ આ નકલી એકાઉન્ટને સસ્પેન્ડ કે બ્લોક કરે તો તેમના ફોલોઅર્સની સંખ્યામાં બહુ મોટો ઘટાડો થઇ શકે છે. access_time 12:14 am IST

  • ચીને ભારતથી આયાત થતી દવાઓ પર જકાત ડ્યુટી ઘટાડી :વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનની એક ફિલ્મમાં લ્યૂકીમિયા પીડિત દર્દી દેખાડવામાં આવ્યો હતો. તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું હતું કે જો ભારતમાંથી દવાઓ સરળતાથી આયાત થતી હોય તો તેનાથી દર્દીઓને રાહત મળી શકે છે access_time 1:26 am IST