Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન મહેસુલની રકમ ભારવા આખરી તાકીદ

બેદરકાર રહેનારને દંડ તથા મિલ્કત જપ્ત કરવાના પગલા લેવશે

સુરેન્દ્રનગર, તા.૯: સુરેન્દ્રનગરઃ- મામલતદાર વઢવાણની  યાદીમાં જણાવાયા અનુસાર પ્રાંત અધિકારી વઢવાણની સુચના અનુસાર વઢવાણ, રતનપર, દુધરેજ મહેસુલી વિસ્તારના ખેતી/ બિનખેતીના જમીન મહેસુલીના દરેક બાકીદારોએ તેમની ખેતી/બિનખેતી જમીન/પ્લોટની જમીનનું જમીન મહેસૂલ વગેરે બાકી માંગણું સબંધિત તલાટીશ્રી દુધરેજ/રતનપર/વઢવાણની કચેરી ખાતે ભરપાઇ કરી આપવા અગાઉ તાકીદ કરવામાં આવેલ હોવા છતા અમુક લોકોએ જમીન મહેસૂલ ભરેલ નથી. બાકી વસુલાતની કાર્યવાહી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવેલ છે.

 

જે લોકોએ જમીન મહેસૂલ ભરેલ નથી તેઓએ આ છેલ્લી તક સમજીને દિન-૩માં સબંધિત તલાટીશ્રી પાસે જઈ જમીન મહેસૂલ ભરી આપવા જણાવાયું છે. જે બાકીદારો વસુલાત ભરપાઇ કરવામાં બેદરકારી દાખવશે તો તેમની મિલ્કત જપ્ત કરવામાં આવશે તેમજ તેઓની મિલ્કત ઉપર બાકી રકમના બોજા અંગેની નોંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત વર્તમાનપત્રમાં બાકીદારો તરીકે તેઓના નામ જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતને ગંભીરતાથી લઇ દરેક જમીન મહેસુલના બાકીદારોએ દિવસ-૩માં તેઓની મિલ્કત જે વિસ્તારમાં આવેલ હોય તે વિસ્તારના તલાટીશ્રીની કચેરીનો સંપર્ક કરી બાકી વસુલાત તુર્તજ ભરપાઇ કરવા જણાવાયું છે.(૨૨.૨)

(10:23 am IST)