Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ :ઘાતક હથિયારો લઈને ટોળા આમનેસામને :બેફામ પથ્થરમારો :તંગદિલી

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ છે શહેરમાં આશરે એક સપ્તાહ પહેલા બનેલી બોલાચાલીની ઘટનાએ રવિવારે મોડી રાત્રે ફરીથી અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

 રથયાત્રા પૂર્વે બે કોમ વચ્ચે સર્જાયેલી અથડામણથી સ્થિતિ તંગ બની હતી. મળતી માહિતી પ્રમાણે શહેરના પ્રેસ રોડ પર રવિવારે મોડીરાત્રે બે કોમના ટોળા ઘાતક હથિયારો સાથે સામ-સામે આવી ગયા હતા. અને ભારે પથ્થરમારો ચલાવ્યો હતો.

   આ બનાવની જાણ થતા જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ જૂથ અથડામણમાં કોઈ જાનહાનિ થઈ નથી. બે કોમના લોકો વચ્ચે ગત રવિવારે પણ બોલાચાલી થઈ હતી.

(9:35 am IST)