Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

વાવાઝોડા અને વરસાદની આગાહીને પગલે ખારેક અને કેરીના પાકના નુકસાનીથી બચાવવા જરૂરી પગલા સૂચવવામાં આવ્યા

પરિપક્વ પાકને ઉતારી લેવા ખેડૂતોને જિલ્લા બાગાયત અધિકારી દ્વારા ભલામણ કરાઈ

ભુજ:હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના દરીયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં  વરસાદ અને વાવાઝોડાની શકયતા આગામી તા. ૧૧/૦૬/૨૦૨૩ સુધી રહેલી છે. હાલમાં બાગાયતી પાક ખારેક અને કેરી પરીપકવતાના સ્ટેજ પર પાકમાં નીચેની વિષમ વાતાવરણમાં કાળજી લેવી જરૂરી છે.

ફળોના ઝુમખાને તૂટવાથી બચાવવા માટે પાંદડાની ફ્રૉન્ડ્સ સાથે બાંધવો. ફળોનાં ઝુમખા પર પવનની સીધી અસર ઘટાડવા અને ફળના પડવાનું ઘટાડવા માટે ફળોનાં ઝુમખાને પ્લાસ્ટિકની થેલીઓથી ઢાંકવા. પવનની અસર ઘટાડવા માટે સૂકા પાંદડા/ વધારાના પાંદડાની છટણી કરવી.  જો ખારેકનો  છોડ ઇલેક્ટ્રિક લાઇનની નજીક હોય તો નુકસાન ટાળવા માટે પાંદડાને છાંટવાની સલાહ આપવામાં આવે છે.

કેરીના પાકમાં લેવાની થતી કાળજીઓમાં ખાસ કરીને પરિપકવ કેરીના ફળો સમયસર ઉતારી લેવા તેમજ માર્કેટ યાર્ડમાં માલનો ભરાવો ન થાય તે રીતે અન્ય વૈકલ્પિક જ્ગ્યાઓ પર વેચાણ વ્યવસ્થા ગોઠવવી. આંબામાં સુકી કે નુક્શાનગ્રસ્ત ડાળીઓની છટણી કરવા જિલ્લા બાગાયત અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

(12:57 am IST)