Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રૂ ૪.૫૩ લાખના વિદેશી દારૂ પ્રકરણમાં માણાવદર પાલિકાના પ્રમુખ ની શોધખોળ

પોલીસે શ્રીજી જીનમીલમાંથી દારૂ કબજે કરેલ

માણાવદર તા ૯ : રૂ ૪.૫૩ લાખના વિદેશી દારૂ પ્રકરણમાં પોલીસે માણાવદર પાલિકાના પ્રમુખ ની શોધખોળ હાથ ધરી છે.

ગળકાઇે માણાવદરના પી.એસ.આઇ. એચ.આર. હેરભાએ એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી માણાવદર પાલિકાના પ્રમુખ નિર્મળસિંહ અનુભા ચુડાસમાની બંધ શ્રીજી જીન મીલમાં દરોડો પાડીને રૂ.૪.૫૩,૨૦૦/- ની કિંમતના વિદેશી દારૂની ૧૧૦૫૩ બોટલનો જથ્થો કબજે કર્યો હતો.

આ કાર્યવાહી દરમ્યાન નિમ/ઇસિંહ ચુડાસમા નાસી ગયા હતા જયારે દિપુ દેવા મોરી,સોહિલ બાપુડી, ભાવેશ ઉર્ફે ચંદુ ખંઢેરા નામના શખ્સો હાજર મળી આવ્યા હતા.

માણાવદરના નગરપતિનો દારૂ ઝડપાતા ચકચાર વ્યાપી ગઇ છે. પોલીસે તમામ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. (૩.૬)

(4:34 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST