Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

જુનાગઢમાં સકીલખાન બ્લોચ પિસ્ટલ સાથે ઝડપાયો

જુનાગઢ, તા., ૯: પોલીસ અધિક્ષક નિલેશ ઝાંઝડીયા સુચનાથી તથા ના.પો.અધિ.શ્રી અમ.એસ.રાણાના માર્ગદર્શન હેઠળ ના.પો.અધિ.શ્રી સ્કોડના પોલીસ હેડ કોન્સ. એન.એમ.ડાંગર, ગોપાલભાઇ વ્યાસ, જે.પી.મેતા તથા પોલીસ કોન્સ રાજેન્દ્રસિંહ ચૌહાણ, પંકજભાઇ સાગઠીયા, ભરતભાઇ ખાંભલા, રવિન્દ્રભાઇ વાંક વિગેરે પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા.

જે દરમ્યાન કૃષ્ણનગર ખડીયાના ગેટ નજીક જુનાગઢ ખડીયા રોડ ઉપરથી સકીલખાન હબીબખાન બ્લોચ જાતે બ્લોચ (ઉ.વ.૩૭) રહે. રોયલ્ટી પાસે કૃષ્ણનગર સ્વર્ણીમ કોલોની ખડીયા તા.જી. જુનાગઢ) પાસેથી પીસ્ટલ-૧ કિ. રૂ. ૩૮,૦૦૦નો મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધમાં આગળની કાર્યવાહી માટે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તરફ સોંપવામાં આવેલ છે. (૪.૫)

 

(4:34 pm IST)