Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પેટ્રોલ ડિઝલ ભળકે બળે ખેડુતોને કાંઇ ન મળે

જામનગર : છેલ્લા કેટલાય દિવસથી ખેડુતો શાકભાજી દુધ અને ખેત પેદાશના અપુરતા ભાવ મળતા આંદોલન કરી રહ્યા છે. ત્યારે ઠેર-ઠેર શાકભાજી અને દુધ રસ્તા પ૨ ઢોળીને વિરોધ થઇ રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં ખેડુતો અને કોંગી આગેવાનો એશાકભાજી દુધની રેકડીઓમાં લઇને ગરીબ વિસ્તારમાં જઇ વિના મૂલ્યે જનતાને આપ્યું હતું તેમ પાલભાળ આંબલીયા (કોંગ્રેસ સમિતિ દ્વારકા જણાવાયુ હતુ. પેટ્રોલ ડીઝલ ભડકે બળે ખેડુતોને કાંઇ ન મળે તેવા સુત્રોચાર કર્યા હતા. (અહેવાલ મુકુંદ બદિયાણી તસ્વીર કિંજલ કારસરીયા જામનગર)

(4:13 pm IST)