Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ધારીમાં પ્રેમપરામાં ટ્રેકટર ઉભુ રાખવા પ્રશ્ને જયસુખ પાટડીયા ઉપર જીવલેણ હુમલો

અમરેલી તા.૯: ધારીના પ્રેમપરામાં રહેતા યુવાન જયસુખભાઇ ઉર્ફે જલો રાજાભાઇ પાટડીયા (ઉ.વ.૩૫) નામના યુવાન ઉપર જીતુ ચના ડુંગરીયા, વિશાલ હિંમત, વિરૂ હિંમત નામના શખ્સોએ ટ્રેકટર ઉભુ રાખવા પ્રશ્ને ગાળો દઇ લાકડી વડે ઘા મારી ઇજા કરી મારી નાખવાનો પ્રયાસ કર્યાની ફરીયાદ ધારી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

બાબરામાં દારૂ પીવાની ના પાડતા ધોકા વડે ધોલાઇ

બાબરામાં કરીયા રોડ ઉપર રહેતા દિલીપ કાનજી ભાઇ મકવાણા (ઉ.વ. ૩૦) નામના યુવાને દારૂ પીવાની ના પાડતા મનહર, દલસુખ વેલજી, અશોક વેલશી જીલીયા નામના શખ્સોએ બોલાવી લાકડી તથા ધોકા વડે માર મારી ઇજા કર્યાની ફરીયાદ બાબરા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમરેલી માં માર માર્યો

સિધ્ધરાજ કનુભાઇ ઉપર લલીત નાનજી સહિત ત્રણે અગાઉના કેસ પ્રશ્ને ઢીલી નાખ્યાની ફરીયાદ અમરેલી સીટી પોલીસમાં થવા પામી હતી. (૧.૧૬)

(12:52 pm IST)