Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આરટીઓ દ્વારા વાહનમાલીકોને આરસી બુક કુરીયર મારફત મોકલવા રજુઆત

ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર દ્વારા વાહન વ્યવહાર મંત્રીને રજુઆત

અમરેલી, તા.૯: ધારા સભ્ય વિરજીભાઇ ઠુમ્મર રાજયના વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુને એક પાત્ર પાઠવા આર ટીઓ કચેરીમાં અરજદારોને વાહનના હાઇપોથી કેશન આર સી બુક મેળવવા તથા આરસી બુક અંગે પડતી મુશ્કેલી નિવારવા રજુઆત કરી છેે.

પત્રમાં  જણાવ્યા મુજબ અમદાવાદ આર.ટી.ઓ. હેડ ઓફીસ ખાતે મુલાકાત દરમ્યાન વાહન ચાલકો તેમજ આર.ટી.ઓ. વચ્ચે પડતી મુશ્કેલી ધ્યાન ઉપર આવેલ છે. તેમાં ખાસ કરીને જે વાહન બેંક લોન લીધેલી હોય તેનું હાઇપોથીગેશન દુર કરવા માટે કોમર્શીયલ બેંકો એન.ઓ.સી. લેટર ઇસ્યું કરે છે પરંતુ ૩૫ નંબરના ફોર્મમાં સહી સિક્કા કરી આપતાં નથી તેમજ ઘણા કિસ્સાઓમાં તેમના વિમા પોલીસ રીન્યું થયેલ હોતી નથી તેમજ તેમને પોષ્ટ કરેલ આર.સી.બુક ૪૦% કિસ્સાઓમાં મળતી નથી અને તે બુકો પરત આવી આર.ટી.ઓ. ઓફીસમાં પરત આવ્યાનું જાણવા મળેલ છે. તે પાછળનું એક કારણ પોસ્ટની મોટી ખામી છે.

પોષ્ટમેન એક વખત ઘરે જાય અને કોઇ વ્યકિત ન મળે એટલે પરત કરી દે છે અથવા એડ્રેસ મળતું નથી તેવા જવાબ સાથે પરત થાય છે. આર.ટી.ઓ. કુરીયરની પોલીસ કેમ લાગું ન પાડી શકાય કેમ કે હવે કોમ્પ્યુટર યુગ છે ત્યારે બેંક પ્રમાણે તેમજ પાસપોર્ટ ઓફીસ પ્રમાણે આર.ટી.ઓે ઓફીસને કુરીયર મારફત મોકવાની પ્રથા લાગુ કરવસ જોઇએ. તેમજ મેળવી અને તેના ગ્રાહકને આર.સી.બુક પહોંચાડવાની પ્રથા દાખલ કરવી જોઇએ. ખરીદીયુ હોય તેમને મેળવી અને તેના ગ્રાહકને આર.સી.બુક પહોંચાડવાની પ્રથા દાખલ કરવી જોઇએે વિમા કંપનીઓ જે લોન લીધેલ છે તેમને આર.ટી.ઓ સાથે તેના વાહન માલિક સાથે ફરજીયાત સંકલન ગોઠવવા ફરજ પાડવી જોઇએ.

બેંક એન.ઓ.સી. સાથે તેની ઉપરથી જ હાઇપોથીગેશન વાહનનું રદ થવું જોઇએ. તેમજ બેંક અને આર.ટી.ઓ સાથે પણ સોફટવેર મારફત આર.ટી.ઓ. ને કોઇ બેંકના ચુકતે થાયતો તેમને ખ્યાલ આવી શકે તે પ્રકારની સોફવેર વ્યવસ્થા ગોઠવવી જોઇએ. તેમ અંતમાં જણાવેલ છે.(૨૨.૪)

(12:51 pm IST)