Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ટંકારામાં બોગસ ડોકયુમેન્ટના આધારે પેઢી બનાવી દોઢ કરોડની ઠગાઇઃ બે સામે ગુન્હો

કાવ્યા સીરામીક નામની પેઢીનો જી.એસ.ટી નંબર મેળવી છેતરપીંડી આચરીઃ મોરબીના ધર્મેશ રબારી ઘુનડાના ધેમેન્દ્રર રબારી તથા સામે પોલીસ ફરીયાદ

મોરબી, તા.૯: ટંકારા પંથકમાં બોગસ ડોકયુમેન્ટના આધારે ખોટો દસ્તાવેજ બનાવીને આરોપીએ સિરામિક પેઢી બનાવી દોઢ કરોડની છેતરપીંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 પ્રાપ્ત વિગતો મુજબ રાજેશભાઈ રામજીભાઈ બારૈયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ધર્મેશ રબારી રહે. મોરબી, ધર્મેન્દ્ર રબારી રહે. દ્યુનડા એ બંનેએ ફરિયાદીને જરૂરીયાત પડતા આરોપી પાસે રૂ. ૧૦,૦૦૦ ઉછીના માંગતા આરોપીએ કાવતરું રચીને ફરિયાદીના પાન કાર્ડ અને આધારકાર્ડ ઝેરોક્ષ લઈને તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો મેળવી ફરિયાદીની જાણ બહાર જ ૧૦૦ નો સ્ટેમ્પ પેપર ખરીદી ખોટી સહી કરી ખોટા દસ્તાવેજ બનાવી જીએસટી નંબર ઉપયોગ કરીને કાવ્યા સિરામિક નામની પેઢી બનાવી તા. ૦૭-૦૫-૧૮ થી ૧૯-૦૫-૧૮ ના સમયમાં ૧,૪૮,૭૪,૭૭૫ રૂપિયાની છેતરપીંડી કરી હતી.

 ટંકારા પોલીસે છેતરપીંડી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.(૨૨.૭)

(12:51 pm IST)