Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

જુનાગઢમાં સ્વાસ્થ્ય શિબિર કાર્યક્રમ

 જુનાગઢ : આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ જુનાગઢ તેમજ ગીરીનારાયણ મહિલા મંડળના સંયુકત ઉપક્રમે સ્વાસ્થ્ય શિબિર યોજાઇ હતી. જેમાં સ્વાસ્થ્યની સુંદર માહિતી સાથે ઘણા બધા રોગોના પ્રાકૃતિક ઉપચાર વિશે સ્વાસ્થ્ય પ્રેમી પરિવારના શ્રી કૌશિક જીએ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોએ વિવિધ પ્રશ્નો પણ પૂછયા હતા. સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના કાર્યવાહી પ્રમુખ રૂપલબેન લખલાણી તેમજ ગીરીનારાયન બ્રાહ્મણ મહિલા મંડળના પ્રમુખ કુમુદબેન ઠાકર તેમજ દરેક કારોબારી મેમ્બર્સએ જહેમત ઉઠાવી હતી. તેમ મંત્રી વીણાબેન પંડયાએ જણાવ્યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર- મુકેશ વાઘેલા-જુનાગઢ)(૮.૧૩)

(12:50 pm IST)