Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

મોરબીમાં સિગારેટ પીતી વખતે દાઝી ગયેલા પ્રોૈઢ અહેમદભાઇ ચોૈહાણનું મોત

રાજકોટ તા. ૯: મોરબીમાં રહેતાં મુસ્લિમ પ્રોૈઢ દસેક દિવસ પહેલા સિગારેટ પીતી વખતે દાઝી જતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. અહિ આજે સવારે તેમનું મોત નિપજ્યું છે.

મોરબી રહેતાં અહેમદભાઇ અબ્દુલભાઇ ચોૈહાણ (ઉ.૫૭) દસેક દિવસ પહેલા સિગારેટ પીતા હતાં ત્યારે તણખો કપડા પર પડતાં દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે મોરબી પોલીસને જાણ કરતાં હેડકોન્સ. ગોરધનભાઇ કાર્યવાહી માટે રાજકોટ આવ્યા હતાં. મૃતકના સગા હળવદ રહે છે, મૃતક મોરબીમાં એકલા રહેતાં હતાં. અગાઉ પ્રાથમિક કાર્યવાહી એએસઆઇ આર. બી. વ્યાસે કરી હતી. (૧૪.૧૦)

 

 

(12:49 pm IST)
  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST