Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પોરબંદરમાં બે માસથી સફાઇ કામદારોની હડતાલથી માથું ઉંચકતો રોગચાળોઃ તાવ-ઉધરસનો કેસ

પોરબંદર તા.૯: અહીં નગરપાલિકાના ૫૮ રોજમદાર સફાઇ કામદારોને કાયમી કરવાની માંગણી સાથે બે માસથી ધરણા-પ્રતિક ઉપવાસ ચાલી રહેલ છે જેને સેટઅપ ૯ સફાઇ કામદારો એ ટેકો જાહેર કરતા શહેરમાં સફાઇ કામ સદંતર ઠપ્પ થઇ ગયું છે. રોગચાળો માથું ઉંચકી રહેલ છે. તાવ-ઉધરસ ઝાડા ઉલ્ટીના કેસ વધ્યાં છે.

ગટરો ઉભરાય રહી છે. રોડ ઉપર ગંદાપાણી રેલાઇ રહયા છે. શેરી ગલ્લીમા઼ કચરો વધ્યો છે. હવામાં દુર્ગંધ ફેલાઇ રહી છે. ચોપાટી સહિત ફરવા જવાના સ્થળે ગંદકી-કચરાને લીધે પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી જાય છે. સફાઇ કામદારોના પ્રશ્ને વાટાઘાટોની કોઇ પહેલ કરતું નથી. ન્યાયકીય દ્રષ્ટિએ ઉકેલ આવે તેવું લોકો ઇચ્છી રહયા છે. (૧.૧૫)

(12:48 pm IST)