Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પોરબંદર શહેરના માણેકચોક થી ડ્રીમલેન્ડ સિનેમા સુધીના રોડને વોકિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું

પોરબંદર તા.૯: પોરબંદર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને વાહનોની પાર્કિંગની સમસ્યા ધ્યાને લઇ પોરબંદર શહેરના માણેકચોક થી ડ્રીમલેન્ડ  સિનેમા સુધીના રોડ ખૂબ જ સાંકડા હોય જેથી વાહનો અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.

વાહનોને પાર્કિંગ કરવા માટે રોડ પર એકી બેકી તારીખે વાહનો પાર્કીંગ નું જાહેરનામું હોવાથી વાહનો પાર્ક થાય છે.આ રોડ અત્યંત સાકડો થઈ જાય છે રાહદારીઓને ચાલવામાં પણ ખૂબ અગવડ પડે છે .જેથી આ પરિસ્થિતિને ધ્યાને લઇ આ રોડ ઉપર ગંભીર અકસ્માત થવાની સંભાવના રહે છે .જેથી પ્રજાના હિત માટે આ રોડને સવારના ૯ કલાકથી બપોરના ૧૪ કલાક સુધી તેમ જ સાંજના ૧૬ કલાકથી રાત્રિના ૨૦ કલાક સુધી વોકિંગ ઝોન જાહેર કરવા પોલીસ અધિક્ષક પોરબંદર દ્વારા કલેકટરશ્રી પોરબંદરને દરખાસ્ત કરવામાં આવી છે. જે ના આધારે કલેકટર શ્રી મુકેશ પંડ્યાએ પોરબંદર શહેરના ડ્રીમલેન્ડ સિનેમાથી માણેકચોક સુધીના રોડને સવારના ૯ થી બપોરના ૧૪ કલાક સુધી અને સાંજના ૧૬ થી રાત્રિના ૨૦ કલાક સુધી વોકિંગ ઝોન જાહેર કરેલ છે. આ બાબતનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વૈકલ્પિક રૂટ તરીકે  શાકમાર્કેટ થઈ માણેક ચોક સુધીનો રોડ તથા માણેક ચોક થઈ શાકમાર્કેટ પાસે ના દેના બેન્ક થઈ વાણીયાવાડ વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે. જાહેરનામું સરકારી વાહન અને સરકારી એજન્સીઓને લાગુ પડશે નહી. (૨૩.૮)

(12:48 pm IST)