Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

નાની સિંચાઇ તળાવ એક ખેડૂત દ્વારા બુરવામાં આવતા વિંછીયા ગામ બંધ : પંચાયત કચેરીને તાળાબંધી

જસદણ, તા. ૯ : રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં રેવાણીયા ડેમ નીચે નાની સિંચાઇ તળાવ એક ખેડૂત દ્વારા બુરવામાં આવી રહ્યું છે. સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ નિવારણ નહિ આવતા વિંછીયા ગ્રામજનો તેમજ ખેડૂતોએ વિંછીયાની મેઇન બજારો બંધ કરાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારી તંત્ર દ્વારા કોઇ જવાબ નહીં મળતા વિંછીયા ગ્રામ પંચાયતને તાળા બંધી કરવામાં આવી અને સમગ્ર વિંછીયા બંધ કરવામાં આવ્યું. (૮.૧૪)

 

(11:52 am IST)