Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કોડીનાર પાસે વિસ્ફોટક પદાર્થ સાથે બે શખ્સો ઝડપાયા

જીલેટીન સ્ટીકો ૭૦ નંગ, ઈલેકટ્રીક ડીટોનેટર ૩૦ નંગ બાજુબાજુમાં રાખી લઈ જતા'તાઃ મનુ કોળી, ભીમા પામક પાસેથી ૨૨ હજારનો મુદ્દામાલ કબ્જે

કોડીનાર, તા. ૯ :. પંથકના વેળવા ગામના પાટીયા પાસેથી ૧૦૦ નંગ વિસ્ફોટક પદાર્થ સાથે બે શખ્સો દબોચાયા હતા.

વિગત મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી.ના પી.આઈ. અને સ્ટાફ કોડીનાર-ઉના હાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતો ત્યારે ગત રાત્રીના બે વાગ્યે કોડીનારથી ૧૪ કિ.મી.ના અંતરે વેળવા ગામના પાટીયા પાસે શંકાસ્પદ હાલતમાં દેખાયેલા મનુ ભીખાભાઈ કોળી (ઉ.વ. ૧૯, રહે. ઓલવાડ, તા. ઉના) અને ભીમા જેશાભાઈ પામક (રહે. મોટી ફાફણી, તા. કોડીનાર)ની તલાસી લેતા તેની પાસેથી ગેરકાયદે એકસ પ્લોઝીવ વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીકો નંગ ૭૦, કિં. રૂ. ૧૪૦૦ તથા ઈલેકટ્રીક ડીટોનેટર (કંપડી) નંગ ૩૦ કિં. રૂ. ૬૦૦ જાહેરમાં બાજુ બાજુમાં ભયજનક રીતે રાખી બેદરકારી દાખવી હેરાફેરી કરતા પકડી લેવાયા હતા.

આ મામલે પોલીસે ગુન્હો નોંધી બન્ને પાસેથી મોબાઈલ કિં. ૫૦૦, બજાજ ડીસ્કવર મોટર સાયકલ કિં. ૨૦,૦૦૦ મળી કુલ ૨૨,૫૦૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી આગળ ધપાવી હતી.(૨-૧૦)

 

(11:51 am IST)
  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST

  • અમદાવાદ : સીએમએસ ઇન્ફોસિસ્ટમ લિમિટેડના કર્મચારીએ 1 કરોડ 39 લાખની કરી ઉચાપત : કંપની શહેરમાં એટીએમ મશીનમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે, જેમાં આરોપી પુર્વિશ ચૌધરી કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો : ઓડિટ સમયે વાહનમાં પંચર થયું હોવાનું બહાનું કરી આરોપી થઇ ગયો ફરાર access_time 12:43 pm IST

  • અમદાવાદમાં કાલથી હળવા વરસાદની આગાહી: અમદાવાદવાસીઓ પણ અસહય બફારા ઉકળાટથી ત્રસ્ત છેઃ ત્યારે તેઓ માટે થોડા રાહતના સમાચાર છેઃ આવતીકાલથી અમદાવાદમાં હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે access_time 11:27 am IST