Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

હળવદ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં મહિલા સંચાલકોની ભરતી

તા.૧૫-જુન સુધીમાં મામલતદાર હળવદ કચેરીને મહિલા ઉમેદવારે અરજી મોકલી આપવી

મોરબી, તા.૯: મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ઉમેદવારો સંચાલકની ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવાની થાય છે. જેમાં કેન્દ્ર નં.૭ (જુનાવેગડવાવ) કેન્દ્ર નં.૨૮(નવા અમરાપર) કેન્દ્ર નં.૪૦ (ટીકર-૧) કેન્દ્ર નં.૪૩(ખોડ) કેન્દ્ર નં.૪૬(નવા દ્યાંટીલા) કેન્દ્ર નં.૪૭ (ધુળકોટ) કેન્દ્ર નં.૫૩(કેદારીયા) કેન્દ્ર નં.૬૫(સુંદરી) કેન્દ્ર નં.૧૦૧(પ્રકાશનગર) કેન્દ્ર નં.૧૨૧(કડીયાણા દેવીપુજક) નો સમાવેશ થાય છે.

ઉપરોકત કેન્દ્રમાં ફકત મહિલા ઉમેદવારો જ અરજી  કરી શકશે. અરજદાર મહિલાની  ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ  ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ અનુ.જાતિ,જન જાતિ(બક્ષીપંચ)  માટે છુટછાટ વય મર્યાદા મહતમ ૫૮ વર્ષ રહેશે ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ જે ગામે એસ.એસ.સી પાસ ન હોય તો  ધોરણ -૭ પાસની છુટછાટ આપવામાં આવશે.

ભરેલ અરજીફોર્મ તા.૧૫ સુધીમાં હળવદ મામલતદાર કચેરીને મોકલી આપવાનું રહેશે સ્થાનિક ઉમેદવાર જ અરજી કરી શકશે. ઉમેદવાર સ્થાનિક સંસ્થા, પંચાયતમાં ચૂંટાયેલા, હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ. રાજય સરકાર કે કેન્દ્ર સરકાર તથા રાજય કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી, કર્મચારી ઓના પતિ, પત્ની, પુત્ર,પુત્રી કે જે તેઓના આશ્રિત હોય તે અરજી કરી શકશે નહિ શાકભાજી, મરીમસાલા,કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે  વ્યકિત અથવા કોઇપણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યકિત અરજી કરી શકશે નહિ.

ઉમેદવારે અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટિ, માર્કશીટ, રહેણાંક નો પુરાવો તથા અન્ય માન્ય સર્ટિ પ્રમાણિત નકલો અરજી સાથે જોડવાની રહેશે લાગવાગ કરનારને ઇન્ટરવ્યું  યાદીમાથી કમી કરવામાં આવશે ઉમેદવારને લેખિત ઇન્ટરવ્યુ કોલ મળ્યે  જણાવેલ તારીખે અને સમયે ઇન્ટરવ્યું  માં ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે  વધુ જાણકારી માટે મામલતદાર કચેરી હળવદનો રૂબરૂ સંપર્ક કરવો.

(11:47 am IST)
  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • અમદાવાદ : સીએમએસ ઇન્ફોસિસ્ટમ લિમિટેડના કર્મચારીએ 1 કરોડ 39 લાખની કરી ઉચાપત : કંપની શહેરમાં એટીએમ મશીનમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે, જેમાં આરોપી પુર્વિશ ચૌધરી કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો : ઓડિટ સમયે વાહનમાં પંચર થયું હોવાનું બહાનું કરી આરોપી થઇ ગયો ફરાર access_time 12:43 pm IST