Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સુર્યસેનાના કમિટી અધ્યક્ષ પદે ભુપતભાઇ વાળાની નિમણુંક

મોટાદોજા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા : જસદણ તાલુકા પ્રમુખ પદે ગભરૂભાઇ ધાધલ ઉપપ્રમુખવાળા

સુર્યસેનાના હોદ્દેદારોની નિમણુમ બાદ સુજર દેવળ મુકામે આગેવાનો એકત્ર થયેલ તે પ્રસંગની તસ્વીર(તસ્વીર અહેવાલ. બ્રીજેસ વેગડા)

મોટાદડવા, તા.૯: બાબરા ખાતે કાઠી ક્ષત્રિય સમાજ ની ભવ્ય બેઠક મળી હતી.તેમા સૂર્ય સેના ગુજરાત પ્રમુખ મંગળુભાઈ વાંક(સુરત) અને સૂર્ય સેના ગુજરાત બ્રાંડએમ્બેસેડર દિપકભાઈ કાઠી(અમદાવાદ) ની ઉપસ્થિત માં પ્રદેશ સલાહકાર અને સંગઠન કમિટી અધ્યક્ષ તરીકે ભુપતભાઈ વાળા (દડવા)ની નિમણુક કરેલ અને એમની સાથે પુરી ટીમ ની નિચે દર્શાવેલ નામો ની પણ નિમણુક કરેલ. આગામી સમય આ ટિમ સૂર્યસેના ના માધ્યમથી સામાજીક કર્યો કરશે.

 ગુજરાત - સૌરાષ્ટ્ર મા સક્રિયતા થી કાર્યરત થયેલી કાઠી ક્ષત્રિય સમાજ ની સંસ્થા 'સુર્યસેના' ના જસદણ તાલુકા પ્રમુખ પદે ગભરૂભાઈ ઉનડભાઈ ધાધલ - ઉપપ્રમુખ પદે પી. જે. વાળા - મહામંત્રી પદે માલદીપભાઈ બોરીચા જેવા સક્રિય યુવા કાર્યકરો ની વરણી થતા સમગ્ર જસદણ પંથકના કાઠી ક્ષત્રિય સમાજ મા આનંદની લાગણી પ્રસરી છે.

જસદણ પંથકમાં 'સુર્યસેના' સક્રિય થતા ભુપતભાઈ વાળા (દડવાવાળા) બાવલીભાઈ ધાધલ રાજુભાઈ ધાધલ પ્રતાપભાઈ બોરીચા વિજયભાઈ જળુ કાર્તિકભાઈ હુદડ જયુભાઈ બોરીચા ડિસ્ટ્રીકભાઈ ખાચર કુલદીપભાઈ પટગીર સહિત ના કાઠી ક્ષત્રિય સમાજ ના આગેવાનો એ નવ નિયુકત હોદ્દેદારો ને આવકારી શુભેચ્છા પાઠવી હતી.આર તકે મોટી સંખ્યા મા કાઠી ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ એકતા ના દર્શન કરાવ્યા હતાં તેમજ સુરજદેવળ મુકામે સૌ કાઠી સમુદાય એકત્ર થઈ શીશ ઝુકાવ્યૂ હતુ.

(11:46 am IST)