Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સોનારીયામાં ખેડુતો દ્વારા વિરોધ

પ્રભાસ પાટણ : સમગ્ર દેશભરમાં ખેડુતો દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહેલ છે. તાલુકાનાં સોનારીયા ફાટકે સવારના સમયે દૂધ ઢોળીને સરકારની ખેડુત વિરોધી નીતિઓનો વિરોધ કરેલ હતો. અમુક તત્વો હાઇવે રોડ ઉપરથી નિકળતાં દૂધવાળાના દૂધ ધરાર ઢોળી નાખતાં હતાં તેથી આ બાબતની પ્રભાસ પાટણ પોલીસને જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવેલ અને આવા તત્વોને રોકવામાં આવેલ અને હાઇવે રોડ ઉપર સર્જાયેલ ટ્રાફીકને નોર્મલ કરેલ હતું.

(11:45 am IST)