Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સોમનાથ દર્શને ટી.વી. અભિનેતા મનોજ જોશી

પ્રભાસપાટણ : સુપ્રસિધ્ધ ટી.વી. અભિનેતા અને રાષ્ટ્રપતિ એવોર્ડથી જેનું સન્માન થયેલ તેવા ટી.વી. કલાકાર મનોજ જોશીએ સોમનાથ મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી (તસ્વીર મીનાક્ષી ભાસ્કર વૈધ)

(11:44 am IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • અમદાવાદ : સીએમએસ ઇન્ફોસિસ્ટમ લિમિટેડના કર્મચારીએ 1 કરોડ 39 લાખની કરી ઉચાપત : કંપની શહેરમાં એટીએમ મશીનમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે, જેમાં આરોપી પુર્વિશ ચૌધરી કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો : ઓડિટ સમયે વાહનમાં પંચર થયું હોવાનું બહાનું કરી આરોપી થઇ ગયો ફરાર access_time 12:43 pm IST

  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST