Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ શીપયાર્ડ ખાતે મોબાઇલ મેડિકલ યુનિટનો પ્રારંભ

ભાવનગર તા.૮ : ઈન્ડિયન રેડ્ક્રોસ  સોસાયટી ભાવનગર દ્વારા અલંગ ખાતે સને ૧૯૮૫ થી આરોગ્યની સેવાઓ આપવામાં આવે છે. તાજેતરમાં આ સેવામા વધારો કરવા રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ કામદારોને વધુ સારી આરોગ્ય સેવા તેમના આંગણે જ મળી રહે તે માટે મોબાઇલ મેડિકલ વાનની સેવા શરૂ કરવામાં આવેલ, જેમા ઓ.પી.ડી. સેવા , દવા , લેબોરેટરી, એક્ષરે, ઈ.સી.જી. જેવી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામા આવશે જેમા એક MBBS ડોકટર ફાર્માસીસ્ટ લેબોરેટરી ટેકનીશ્યન નર્સિંગ સ્ટાફ કો-ઓર્ડિનેટર , કાઉન્સેલર વગેરે સ્ટાફ પોતાની સેવા આપશે. જરૂર જણાયે દર્દીને સુપર સ્પેશ્યાલીસ્ટની સુવીધા પણ રેડક્રોસ  હોસ્પિટલ અલંગ ખાતેથી આપવામાં આવશે. આ વાન દરરોજ અલંગ સોશીયાના પટા પર નિયત કરેલા પોઇન્ટ પર જઇને આરોગ્યની સેવા આપશે. દર રવિવારે  જરૂરિયાત વાળા વિસ્તારોમાં સ્પેશ્યલ કેમ્પ રાખવામાં આવશે. આ સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ, શીપ રીસાયકલીંગ એસોસીએશન ઓફ ઈન્ડિયા તથા MAERSK ગ્રૃપ સાથે રહીને આ સેવા માટે આ સહકાર આપશે. આ સેવાનો પ્રારંભ  જી.એમ.બી ટ્રેનીંગ  સેન્ટર અલંગ ખાતેથી ચીફ ગેસ્ટ કેપ્ટ.સુધીર ચઠ્ઠા (પોર્ટ ઓફિસર GMB), જુલીન APMM , કેટરીના APMM, શ્રી પ્રતાપભાઇ શાહ (વાઇસ પ્રેસીડન્ટ, રેડક્રોસ ભાવનગર), ડો. મીલનભાઇ દવે , સુમિતભાઇ ઠક્કર, વર્ષાબેન લાલાણી , પરેશભાઇ ભટ્ટી, ભારતીબેન ગાંધી, યોગેશભાઇ ઉપાધ્યાય, નરેન્દ્રભાઇ ત્રિવેદી તથા રેડક્રોસ સોસાયટી  ચેરમેન , ડો. ભાવેશભાઇ આચાર્ય, શીપ રીસાયકલીંગ એસોસીએશનના પ્રમુખ શ્રી સંજયભાઇ મહેતા તથા સેક્રેટરી  હરેશભાઇ  પરમાર અને નિતીનભાઇ કાણકીયા તથા વિવિધ પ્લોટના ઓનર્સ અને રેડક્રોસ સોસાયટીના હોદ્દેદ્દારશ્રીઓ , જી.એમ.બી.ના અધિકારીશ્રીઓ , શીપ રીસાયકલીંગ એસોશીએશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ તથા MAERSKગ્રૃપના પ્રતિનીધીશ્રીઓના  હસ્તે કરવામાં આવેલ ત્યારની તસ્વીર.

(11:40 am IST)