Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

હળવદ હાઇ-વે ઉપર અકસ્માતમાં ર ને ઇજા

હળવદ : એલએન્ડટી કંપનીનું પાણીનું ટેન્કર ફોરલેન હાઇવેના ડીવાઇડર વચ્ચે ઉગાડેલા રોપાને પાણી પાઇ રહ્યુ હતુ ત્યારે રાજસ્થાન પાસીંગનો મોટો ટ્રક આઇજે૧૪ જીએચ ૪૩૩૬ ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતા ટ્રક ચાલક સલીમ શા હબીબશા (ઉ.૩૦) અને સોનુ બુધ્ધીરામ (ઉ.૨૫) બંને રાજસ્થાન વાળાને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ મારફત હળવદના સરકારી દવાખાને ખસેડેલ હતા. આ ટ્રક રાજસ્થાનથી સફેદ માટી ભરીને મોરબી તરફ જઇ રહ્યો હતો ત્યારે હળવદ થી ૩ કીમી દૂર શકિતનગર પાસે અકસ્માત થયો હતો.

(11:37 am IST)
  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST