Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ધોરાજીમાં ડમ્પર અને ટ્રેકટર સામસામે અથડાયા, બેને ઈજા

ધોરાજી તા.૯ : અહિયાજેતપૂર નેશનલ હાઇવે પર જામકંડોરણા ચોકડી પાસે રેતી ભરેલ ડમ્પર  નં જી.જે. ડબલ્યુ. ૧૫૩૧ અને પથ્થર ભરેલ ટ્રેકટર ટોલી સામે સામે અથડાતા બંને વાહનો હાઇવે રોડ પર પલટી મારી ગયા હતા. અકસ્માતમાં ઘનશ્યામભાઇ રમેશભાઇ તથા  શેલેશભાઇ નારણભાઇ ને ગંભીર ઈજા થતાં ધોરાજીના સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયેલ હતા. ફરજ પરના તબીબે પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ અંગે વિરમભાઇ વાણવીએ જરુરી કાગળો કર્યા હતા. (તસ્વીર : કિશોર રાઠોડ , ધોરાજી )

(11:36 am IST)