Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રૂા ૪.૫૩ લાખના વિદેશી દારૂ પ્રકરણમાં માણાવદર પાલિકાના પ્રમુખ ની શોધખોળ

પોલીસે શ્રીજી જીનમીલમાંથી દારૂ કબજે કરેલ

માણાવદર તા ૯ : રૂા ૪.૫૩ લાખના વિદેશી દારૂ પ્રકરણમાં પોલીસે માણાવદર પાલિકાના પ્રમુખ ની શોધખોળ હાથ ધરી છે.

ગળકાઇ માણાવદરના પી.એસ.આઇ. એચ.આર. હેરભાએ એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી માણાવદર પાલિકાના પ્રમુખ નિર્મળસિંહ અનુભા ચુડાસમાની બંધ શ્રીજી જીન મીલમાં દરોડો પાડીને રૂ.૪.૫૩,૨૦૦/- ની કિંમતના વિદેશી દારૂની ૧૧૦૫૩ બોટલનો જથ્થો કબજે કર્યો હતો.

આ કાર્યવાહી દરમ્યાન નિમ/ઇસિંહ ચુડાસમા નાસી ગયા હતા જયારે દિપુ દેવા મોરી,સોહિલ બાપુડી, ભાવેશ ઉર્ફે ચંદુ ખંઢેરા નામના શખ્સો હાજર મળી આવ્યા હતા.માણાવદરના નગરપતિનો દારૂ ઝડપાતા ચકચાર વ્યાપી ગઇ છે. પોલીસે તમામ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:33 am IST)