Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ભાવનગર શહેર-જિલ્લામાં ૧૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

તમામને તુરંત ચાર્જ છોડી નવી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા જિલ્લા પોલીસ વડાનો હુકમ

ભાવનગર, તા. ૯ : જિલ્લા પોલીસ વડા પી.એલ. માલ દ્વારા શહેર-જિલ્લામાં ફરજ બજાવતા ૧૦૦થી વધુ એએસઆઇ, હે.કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની આંતરિક ફેરબદલી કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ તમામ કર્મચારીઓને તુરંત પોતાનો ચાર્જ છોડી અન્ય ચાર્જ સંભાળી લેવા હુકમ કર્યો છે. આંતરિક ફેરબદલીનો ઓર્ડર થતાની સાથે જ 'કહી ખુશી કહી ગમ'નો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ બેડામાં બદલીને લઇ શહેર સહિત જીલ્લાભરના પોલીસ વર્તુળમાં અનેક ચર્ચા થઇ રહી છે.

(11:32 am IST)