Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

માળીયા તાલુકાના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાનો નવતર પ્રયોગ

મોરબી તા. ૯ : મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા માળિયા તાલુકા પંચાયત ખાતે જુદા જુદા ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો માળિયા તાલુકા શહેરના કોંગ્રેસના આગેવાનો સાથે સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરીને પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા ટીડીઓ, મામલતદાર અને પાણી પુરવઠા બોર્ડના ઈજનેરને સુચના આપી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા, ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ, રેશનકાર્ડ ધારકની મુશ્કેલીઓ, એસટી સુવિધાઓ, વિધવા-દિવ્યાંગ સહાય, શૌચાલય સબસીડી સહિતના પ્રશ્નો ધારાસભ્યએ જાણ્યા હતા અને પ્રશ્નો ઉકેલવા માટે નક્કર દિશામાં કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને બેઠકમાં ઉપસ્થિત રાખીને સુચના આપી હતી. માળિયા તાલુકામાં સમરસ ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ના મળવા જેવી વિલંબિત બાબતોનો સમયસર નિકાલ લાવવા તાકીદ કરવામાં આવી હતીઙ્ગ બેઠકમાં કોંગ્રેસના આગેવાનો ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા ઈજનેર અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ

મોરબી દશનામ ગોસ્વામી સમાજના કેજીથી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા. ૧-૭-૧૮ ને રવિવારના રોજ સાંજે ૪ થી ૮ કલાકે ગોસ્વામી સમાજ વાડી, લીલાપર રોડ મોરબી ખાતે યોજાશે જેમાં વિદ્યાર્થીઓના સન્માન સાથે ગોસ્વામી સમાજના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ઘિ હાંસલ કરેલ તેમજ નિવૃત્ત્િ। મેળવેલ જ્ઞાતિ બંધુનું સન્માન કરવામાં આવશે

ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓએ તેની માર્કશીટ તા. ૨૪ જુન સુધીમાં પહોંચાડી દેવા જણાવ્યું છેઙ્ગ માર્કશીટ જમા કરાવવા માટે ઓમ સંગીત કલાસીસ ગાંધીચોક, ગોસ્વામી બૂક સ્ટોલ સરદાર બાગ પેટ્રોલ પંપ સામે તેમજ સંસ્થાના પ્રમુખ ગુલાબગીરી નો સંપર્ક કરવા જણાવ્યું છે.(૨૧.૭)

(9:56 am IST)