News of Saturday, 9th June 2018

કચ્છ જિલ્લાના બંદરે માછીમારી કરતા માછીમારોએ દરીયામાં ન જવા સુચના

ભુજ તા. ૯ : કચ્છ જિલ્લાના જુદા જુદા બંદરેથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ વિગેરેની આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. તેમજ માહે મે માસથી દરિયો તોફાની થઇ જાય છે. મે-૧૯૯૯માં ત્રાટકેલા વાવાઝોડાથી અન્ય જિલ્લાઓના માછીમારોની મોટી ખુવારી થયેલ હતી. તેમની લાશો કચ્છના દરિયા કાંઠેથી મળી આવેલ હતી માટે મે મહિનાથી દરિયામાં જવું વિશેષ જોખમમૂકત હોય છે.

મત્સ્યોધોગ ખાતું તથા પોર્ટ ઓફિસર દ્વારા આવા માછીમારોને મે માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઇ માછીમાર, માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ જેવા પરીબળોથી સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં માછીમારોના જાનનું જોખમ ઉભુ થાય તેવો સંભવ છે. જેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય છે.

ભારતીય ફોજદારી કાર્યરિતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ શ્રી રેમ્યા મોહન (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ફરમાવેલ છે કે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રીક એરિયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યકિતએ આગામી તા.૧૦/૬/૨૦૧૮ થી તા.૧૫/૮/૨૦૧૮ સુધી માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરિયામાં જવું નહીં અને કોઇપણ બોટની અવરજવર કરવી નહીં

આ હુકમ અન્વયે પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજોને, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળોની બોટો, પગડીયા માછીમારોને આ હુકમ લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ના ક્રમાંક ૪૫) ની કલમ ૧૮૮ મુજબ સજા થઇ શકે છે. આ જાહેરનામું તા.૧૫/૮/૨૦૧૮ સુધી અમલમાં રહેશે.

વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર કોર્ષની તાલીમ માટે અરજી કરો

કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ભવિષ્યમાં ઉભી થનાર વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર (પુરૂષ) માટેના તાલીમ કોર્સ માટેની અંદાજીત ૩૦ જગ્યાઓ મંજુર થયેલ છે. જે અનુલક્ષીને આ કોર્સ માટે ઈચ્છુક ઉમેદવાર સરકારશ્રીના નિયમોનુસાર લાયકાતો મુજબ મેરીટલીસ્ટ યાદી ધ્યાને લઈ આ કોર્સ માટે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે જે માટે અત્રેની કચેરી જિલ્લા પંચાયત કચ્છ આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, ભુજ-કચ્છને સ્પીડ પોસ્ટ/કુરીયર/આર.પી.ડી.મારફતે નિયત અરજી તા.૧૧/૬/૨૦૧૮, સમય ૧૮ૅં૦૦ કલાક સુધી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. ઉપરોકત કોર્સ અન્વયે અરજી નમુનો અત્રેની કચેરીએ નોટીસબોર્ડ પર લગાડવામાં આવેલ છે એવું મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

૩૦મીએ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક

ચાલુ માસે તા.૧૬ ત્રીજા શનિવારે જાહેર રજા આવતી હોઇ, જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા.૩૦ના યથાવત સમયે  યોજવામાં આવશે. જેની તમામ સબંધિત અધિકારીઓ તથા પદાધિકારીઓએ નોંધ લેવી તેવું નિવાસી અધિક કલેકટર, કચ્છ-ભુજની યાદીમાં જણાવાયું છે.(૨૧.૭)

(9:56 am IST)
  • હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. access_time 2:40 am IST

  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST