Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

જૂનાગઢ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનનૉ પોણા બે વર્ષથી લાલસાહીથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ

જૂનાગઢ રેન્જના નાયબ  પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીનાઓએ નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને PSI  એન.એમ.ગઢવી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ  પેરોલ ફર્લો સ્કોડ ના સ્ટાફના માણસો પોરબંદર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના HC પિ.કે.બોદર તથા PC વજશીભાઈ માલદેભાઈ ને મળેલ સંયુકતમાં બાતમીરાહે હકીકત આધારે આશાપુરા ચોક રાણાવાવ પાસેથી આરોપી કાના મેરાભાઈ મોરી (રહે રાણા બોરડી તા. રાણાવાવ જિ.પોરબંદર વાળા)  ને પકડી લઈ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.ન. III 204/2019 prohi act 65e, 98(2),81 મુજબના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 2252 કુલ મુદામાલ  રુ.13,11,800 ના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતો આરોપી હોય જેની કબુલાત આપતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે અને   જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ને જાણ કરવા તજવિજ કરેલ છે.

આ કામગીરીમાં પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એમ.ગઢવી ,  ASI ઍ.જે.સવનીયા, HC પિ.કે.બોદર, PC પ્રકાશભાઈ ગોરધનભાઈ, વજશીભાઈ માલદેભાઈ, રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.

(11:41 pm IST)
  • ચીનનું બેકાબૂ બનેલ રોકેટ માલદીવ પાસે તૂટી પડ્યું : માલદિવ્સ પાસે ચીનનું બેકાબૂ બનેલ રોકેટ વાતાવરણમાં પ્રવેશી તૂટી પડ્યું, ભસ્મીભૂત બની ગયું હોવાનું ચીને જાહેર કર્યું access_time 11:03 am IST

  • એવા ટેન્કરોને દેશભરમાં ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી દેશભરના નેશનલ હાઈવે ઉપર લિક્વિડ મેડિકલ ઓક્સિજન લઈ જતા ટેન્કરોને, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપી છે. access_time 8:59 pm IST

  • પોરબંદરમાં આજે 25 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 2 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 9:35 pm IST