Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

આર.એસ.એસ.દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પ્લાઝમા ડોનેટ કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનો

મોરબી :કોરોના મહામારીના હવા અને દવાની સાથે સાથે બ્લડ અને પ્લાઝમાની પણ ખૂબજ આવશ્યકતા છે ત્યારે દરેક લોકો પોત પોતાની રીતે સમાજ ઉપયોગી કાર્ય કરીને કોરોના સામેનો જંગ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે,જરૂરીયાતમંદોને મદદરૂપ થઈ રહ્યા છે,રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ - સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદ માતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રષ્ટ અને ફિલ્ડમાર્શલ બ્લડ બેંક - રાજકોટના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર ખાતે આયોજિત બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પમાં દિનેશભાઈ ડી.વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ મોરબી યુનિટ,મહાદેવભાઈ આર. રંગપડીયા સહ મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી યુનિટ વગેરેએ પ્લાઝમા ડોનેટ કરી, કોરોના પીડિત પેસેન્ટને મદદરૂપ થવાનો પ્રયત્ન કરેલ છે,અને જાગૃત શિક્ષક તરીકે પોતાનું સામાજિક દાયિત્વ નિભાવેલ છે,

(11:03 pm IST)
  • હાર્દિક પટેલના પિતાશ્રી ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો access_time 1:13 pm IST

  • મિઝોરમમાં ભૂકંપનો આંચકો : મિઝોરમના લૂંગ્લેઈ ખાતે ૩.૭ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો છે access_time 11:33 am IST

  • અમદાવાદમાં વ્હેલી સવારથી વધુ એક લાઈનમાં લોકો ઉભા રહી ગયા : અમદાવાદમાં સવારે છ વાગ્યાથી કોરોનાની વેકસીન લેવા માટે આજે વસ્ત્રાપુર વિસ્તારમાં લોકોએ લાઈન લગાવી દીધી હતી. વીટીવીના અહેવાલ મુજબ વેકસીનના ડોઝ મર્યાદીત સંખ્યામાં હોવાથી લોકો સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. access_time 3:15 pm IST