Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

જામનગરના મોટાવડાળા - નવાગામ ઘેડ - ભણગોરમાં જુગાર રમતા ૧૯ શખ્સો ઝડપાયા

જામનગર તા. ૯ : જામનગર જિલ્લામાં પોલીસે જુગાર રમતા ૧૯ શખ્સોને ઝડપી લીધા છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એસ.આર.ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–પ–૧૯ ના મોટાવડાળા થી પીઠડીયા જતા રસ્તા પર આવતી રમેશભાઈ  પરસોતમભાઈની વાડી બહાર આવેલ નાળીયેલીના ઝાડ નીચે લાઈટના અજવાળે જયસુખભાઈ કાનજીભાઈ બુસા, વિઠ્ઠલભાઈ ગોકુલભાઈ ઉમરેટીયા, મહેશભાઈ ધીરૂભાઈ શીંગાળા, હસમુખભાઈ લિંબાભાઈ ગમઠા, સુરેશભાઈ માથાભાઈ બુસા, રમેશભાઈ પરસોતમભાઈ ઉમરેટીયા, પંકજભાઈ લાલજીભાઈ ઉમરટીયા, રે. મોટવડાળા, તા.કાલાવડ, જિ.જામનગરવાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૯૦પ૦ તથા પટમાંથી રોકડા રૂ.૧૪૦૦ના મુદામાલ સાથે કુલ રૂ.ર૦૪પ૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

નવાગામ ઘેડમાં જુગાર રમતા આઠ ઝડપાયા

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–પ–૧૯ નવાગામ ઘેડ, કુવા પાસે સીદીકભાઈ ઈસ્માઈલનભાઈ પતાસ, વાસુદેવભાઈ જમનાદાસ ભારવાણી, હારૂનભાઈ ઈસ્માઈલભાઈ નગીના, રામભાઈ નારણભાઈ ભારાઈ, ધર્મેન્દ્રભાઈ ઉર્ફે લાલો છગનભાઈ ચૌહાણ, શબીરભાઈ મહમદભાઈ ધમાણીયા, કિશોરસિંહ જુવાનસિંહ જાડેજા, મોસીનભાઈ ઉર્ફે રાજુ અનવરભાઈ સફીયા રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી  રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૧૦૦ તથા મોટરસાયકલ નંગ–૪ કિંમત રૂ.૮૭,૦૦૦ મળી કુલ રૂ. ૯૭,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ભણગોર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. અરજણભાઈ ખીમાભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, ભણગોર ગામના ચોરા પાસે ચંદુભાઈ જેઠાભાઈ હીરાણી, દેવેન્દ્રસિંહ કેશુભા જાડેજા, ભીખુભાઈ અરજણભાઈ પાંડવ, જેઠાભાઈ વિરાભાઈ કરંગીયા રે. ભણગોરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલસી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા મળી આવતા રોકડા રૂ.૧૦૧૪૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

બસે રીક્ષાને ઠોકર મારતા ત્રણ ને ઈજા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ચંદુભાઈ ઘોઘાભાઈ ડાભી એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ, મારૂ કંસારા હોલની બાજુમાં સોનલકૃપા ટ્રાવેલ્સ બસ રજી.નં. જી.જે.–ટી.ટી.–૩પપર ના ચાલક પુરઝડપે અને બેફીકરાઈથી પોતાની બસ ચલાવી ફરીયાદી ચંદુભાઈ પાછળ તે રીક્ષા નં. જી.જે.–૧૦–ટી.ડબલ્યુ–૩૯૭૯ ને પાછળથી ઠોકર મારી ફરીયાદી ચંદુભાઈને તથા સાહેદ રડુભાઈ રાજુબેન તથા સોયબભાઈને શરીરે મૂંઢ ઈજા કરી તથા ફરીયાદી ચદુભાઈને પગમાં ફેકચર જેવી ઈજા કરી નાશી જઈ ગુનો કરેલ છે.

મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રાવ

અહીં પંચ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હાર્દિક કમલેશભાઈ નંદા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીત સાગર ડેમ પાસે આવેલ પાર્કમાં રોહીત અશોકભાઈ હરવરા, રાજેશ ઉર્ફે ભોલી મનુભાઈ હરવરા, સુભાષ મનુભાઈ હરવરા, કરણ સુભાષભાઈ હરવરા એક સંપ કરી આ કામના ફરીયાદી હાર્દિક તથા સાહેદ નીકુંજને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી તથા બેટ તથા પાવડાના ફાઈબરના હાથા વડે મારમારી શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:00 pm IST)