Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

કુતિયાણા પાસે ફાયરીંગ પ્રકરણમાં ૯ શખ્સો ઝડપાયા : રીમાન્ડની માંગણી અદાલતે ફગાવી દીધી

પાલિકા પ્રમુખના ર પુત્રો હજુ ફરાર : ઇંડાની રેકડીએ બઘડાટી બોલાવેલ

પોરબંદર, તા. ૯ : કુતિયાણા હાઇવે ઉપર હામદપરા પાસે ઇંડાની રેંકડીએ ફાયરીંગ કરીને તોડફોડ કરી નાસી ગયેલા વિક્રમ કેશુ ઓડેદરા (ઉ.ર૩), અજય કારા ઓડેદરા (ઉ.ર૧), ભરત ભોજા ઓડેદરા, હમીર પોલા, આવડા પોલા, વિપુલ માલદે, ભાવેશ જીવા ઓડેદરા તથા રમેશ ખીમા બાપોદરા તેમજ રાજકોટના હમીદ સલીમ (ઉ.૪ર)ની પોલીસે ધરપકડ કરી હતી. આ ૯ શખ્સોની પાંચ દિવસની  રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રીમાન્ડ રદ કરી હતી.  ફાયરીંગના બનાવ સબંધે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખના ર પુત્રો નાગા માલદે ઓડેદરા તથા બીટ્ટુ માલદે ઓડેદરા હજુ ફરાર છે. તેઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. 

આ કામે આરોપીઓ વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણી, એમ.જી. શીંગરખીયા, નિલેષ જોષી તથા પંકજ પરમાર રોકાયા હતાં.

(11:38 am IST)