Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

જુનાગઢમાં હાલરડા સ્પર્ધા યોજાઇઃ ૨૬ બહેનોએ ભાગ લીધો

જુનાગઢઃ સોરઠીય શ્રીગોૈડ બ્રાહ્મણ જાગૃત મહીલા મંડળ દ્વારા પારંપારિક હાલરડા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. ૭ ને અખાત્રીજ પરશુરામ જયંતિના પાવન પર્વ નિમીતે જુનાગઢના ટીંબાવાડી- વંથલીરોડ સ્થિત લીલાબા ગ્રંથાલય પટાંગણ ખાતે યોજાયેલ હાલરડા સ્પધર્કામાં ૨૨ વર્ષથી લઇ ૭૨ વર્ષ સુધીના ૨૬ જેટલા બહેનોએ ભાગ લીધો હતો. આ પરંપરાઓ ફરીથી ઉજાગર કરવા આ મંડળના બહેનો દ્વારા જાતે ગાઇને કમ્પોઝ કરેલ. સ્પર્ધા પૂર્ણ થયા બાદ પ્રથમ ૩ વિજેતાઓને ઇનામો અપાયા હતા. આ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા મંડળના પ્રમુખ રંજનબેન પંડયા, ઉપપ્રમુખ પ્રતિભાબેન પુરોહિત, મંત્રી ભારતીબેન ભટ્ટ સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(11:26 am IST)