Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

વડિયાના યુવકનું કચ્છમાં રહસ્યમ મોત

છ' દિવસ પહેલા જ નોકરી માટે ભુજ આવ્યો હતો : રેલવે ટ્રેક પાસેથી લાશ મળી

ભુજ તા. ૯ : મૂળ અમરેલી બાજુના અને ૬ દિવસ પહેલાંજ ભુજ નજીક આવેલી બીકેટી ટાયર કંપનીમાં નોકરીએ લાગેલા યુવાનની રહસ્યમય સંજોગોમાં મળી આવેલી લાશે ચકચાર સર્જી છે.

ભુજના પદ્ઘર ગામ નજીક રેલવે ટ્રેક ઉપર કોઈ લાશ પડી છે એવી જાણ એક રબારી માલધારીએ પોલીસને જાણ કરતા પદ્ઘર પોલીસે તપાસ કરી હતી. મૃત્યુ પામેલી હાલતમાં મળેલ એ લાશની ઓળખ તેના પાસેના કાગળોને આધારે પોલીસે કરી હતી. મૃતક યુવાનનું નામ હિંમતકુમાર રાઘવભાઈ સાગઠિયા હોવાનું અને તે હાલમાં જ બીકેટી કંપનીમાં નોકરીએ લાગ્યો હોવાનું ખુલ્યું હતું.

દરમ્યાન મૃતકના ભાઈ હરિભાઈ સાગઠિયાનો પતો મળતા પોલીસે તેમને જાણ કરી હતી. જોકે, પોતાના ભાઈ હિંમત નો ફોન બે દિવસથી બંધ આવતા અમરેલીથી પોતે તપાસમાં ભુજ આવ્યા હોવાનો ખુલાસો મૃતક યુવાનના ભાઈ હરિભાઈએ કર્યો હતો. વડીયા ઉકાવા તાલુકાના કોડિયા રામપર ગામનો હિંમત અઠવાડિયા પહેલા ભુજ નોકરી માટે આવ્યો હતો, બીકેટી કંપનીમાં તેને નોકરી મળી ગઈ હતી. પણ, એકાએક તેની લાશ મળી આવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

(10:05 am IST)